ભાવ વધારો/ ગૃહિણીની વધી ચિંતા, LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો ભાવ વધારો

ગૃહિણીની વધી ચિંતા, LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો ભાવ વધારો

Trending Business
diamo0nd 7 ગૃહિણીની વધી ચિંતા, LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો ભાવ વધારો

સતત વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર ભાંગી નાખી છે. સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 માર્ચે આજથી 25 રૂપિયા વધારો થયો છે. હવે 14.2 કિલો સિલિન્ડરનો ભાવ વધારીને 794-819 કરવામાં આવ્યો છે.

આ પહેલા 25 ફેબ્રુઆરીએ LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારો કરાયો હતો. કોલકાતામાં સબસિડીવાળા અને વ્યાપારી ગેસ સિલિન્ડર બંનેના ભાવમાં વધારો થયો છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ .25 નો વધારો કર્યા બાદ હવે નવી કિંમત 845.50 રૂપિયા કરવામાં આવી છે જ્યારે કોમર્શીયલ ગેસ સિલિન્ડરોની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Vaccine / PM મોદી પછી ગૃહ પ્રધાન અમિત શાહ લેશે કોરોના રસી, મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા લગાવશે રસી

1 ડિસેમ્બરે એલપીજીની કિંમત 594 રૂપિયાથી વધારીને 644 રૂપિયા કરવામાં આવી હતી. આ પછી 1 જાન્યુઆરીએ તે 644 રૂપિયાથી વધારીને 694 રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ 4 ફેબ્રુઆરીથી તે 694 રૂપિયાથી વધારીને 719 રૂપિયા કરવામાં આવી હતી અને તે પછી તે 15 ફેબ્રુઆરીથી 719 રૂપિયાથી વધારીને 769 કરવામાં આવી હતી.

આ પછી, 25 ફેબ્રુઆરીએ ફરીથી, એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયા અને હવે ગેસ સિલિન્ડરની કિંમત વધીને 794-819  રૂપિયા થઈ ગઈ છે.

બનાસકાંઠા / મોટાજામપુર ખાતે ગોબર ગેસ પ્લાન્ટમાં ગેસ ગળતર, 2ના કરુણ મોત

વધેલા ભાવની સાથે ચેન્નાઇમાં ગેસ સિલિન્ડરોની કિંમત 835 રૂપિયા થઈ ગઈ છે. 19 કિલો ગેસ સિલિન્ડરની વાત કરીએ તો હવે દિલ્હીમાં તેની કિંમત 1,614 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેની કિંમત 1,523.50 રૂપિયા હતી. આ ગેસ સિલિન્ડરની કિંમત હવે મુંબઇમાં 1,563.50 રૂપિયા, ચેન્નઇમાં 1,730.50 રૂપિયા અને કોલકાતામાં 1,681.50 રૂપિયા થઈ ગઈ છે.