Not Set/ Asian Games : ભારતીય મેન્સ હોકી ટીમે પાક.ને ૨-૧થી હરાવી જીત્યો બ્રોન્ઝ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૪માં દિવસે ભારતના ખાતામાં આવેલા બે ગોલ્ડ મેડલ બાદ વધુ ૨ મેડલ આવ્યા છે. સ્ક્વોશ ગેમના ફાઈનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમને હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. ભારતીય ટીમનો ફાઈનલ મેચમાં હોંગકોંગ સામે પરાજય થયો હતો. #AsianGames2018 Indian Men's Hockey team beat Pakistan by 2-1 to win the […]

Trending Sports
AsianGames2018 Asian Games : ભારતીય મેન્સ હોકી ટીમે પાક.ને ૨-૧થી હરાવી જીત્યો બ્રોન્ઝ

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૪માં દિવસે ભારતના ખાતામાં આવેલા બે ગોલ્ડ મેડલ બાદ વધુ ૨ મેડલ આવ્યા છે. સ્ક્વોશ ગેમના ફાઈનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમને હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. ભારતીય ટીમનો ફાઈનલ મેચમાં હોંગકોંગ સામે પરાજય થયો હતો.

જો કે ત્યારબાદ ભારતીય પુરુષ હોકી ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૨-૧થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ પહેલા ભારતીય બોક્સર અમિત પંઘલે બોક્સિંગની ૪૯ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડન પંચ લગાવતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી.

આ ઉપરાંત અમિત પંઘલ ઉપરાંત ભારતીય ખેલાડી પ્રણવ બર્ધન અને શિભનાથ સરકારની જોડીએ બ્રીજ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ સાથે જ ભારતના ખાતામાં ૧૫મો ગોલ્ડ મેડલ આવ્યો છે.

બોક્સિંગની ૪૯ કિગ્રા કેટેગરીની ફાઈનલમાં અમિત પંઘલે ઉજ્બેકિસ્તાનના વર્તમાન ઓલમ્પિક ચેમ્પિયન હસનબોય દુસમાં તોવને ૩-૨થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના ખાતામાં આવ્યા ૬૭ મેડલ

બીજી બાજુ અમિત પંઘલના આ મેડલ સાથે જ ભારતના ખાતામાં કુલ ૬૮ મેડલ આવી ચુક્યા છે, જે અત્યારસુધીમાં રમાયેલા એશિયન ગેમ્સમાં સૌથી વધુ છે. આ પહેલા ભારતે ૨૦૧૦માં રમાયેલા એશિયન ગેમ્સમાં કુલ ૬૫ મેડલ જીત્યા હતા.

મેન્સ હોકી ટીમ પાસેથી પણ મેડલની આશા 

એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો બ્રોન્ઝ મેડલ માટે પાકિસ્તાન ટીમ સાથે થશે. ત્યારે હવે ભારતના ખાતામાં હજી વધુ એક મેડલ આવવાની આશંકા જોવામાં આવી રહી છે.

૧૮માં એશિયન ખેલમાં અત્યાર સુધીમાં ભારતને કુલ ૬૯ મેડલ મળ્યા છે. આ મેડલમાં ૧૫ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ ભારતીય ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે. ભારત કુલ ૬૮ મેડલ સાથે આ યાદીમાં આઠમાં સ્થાન પર છે.