કેરળના એર્નાકુલમમાં કલામાસેરી પ્રાર્થના સભા દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ શું આતંકી ખાલિદ મશાલ સાથે જોડાયેલા છે? આ સવાલ એટલા માટે છે કારણ કે શનિવારે જ હમાસના આતંકી ખાલિદ મશાલે કેરળના મલપ્પુરમમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. ખાલિદે વર્ચ્યુઅલ સંબોધન પણ આપ્યું હતું. આ વિશે જાણકારી બાદ કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રને ચિંતા વ્યક્ત કરી હતી.
ભાજપે પેલેસ્ટાઈન તરફી રેલીમાં હમાસના નેતા ખાલિદ મશાલના વર્ચ્યુઅલ સંબોધનને લઈને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર નિશાન સાધ્યું હતું. કેરળ પોલીસ પર પણ સવાલો ઉઠ્યા હતા. ભાજપે કહ્યું હતું કે કેરળમાં ઘણી પેલેસ્ટાઈન તરફી રેલીઓ યોજાઈ રહી છે, જેમાં ખાલિદ મશાલે ભાગ લીધો હતો. શનિવારે પણ કેરળમાં જમાત-ઇસ્લામીની યુવા પાંખ સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાલિદે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
કોણ છે હમાસ નેતા ખાલિદ મશાલ?
આતંકી ખાલિદ મશાલ હમાસ પોલિટ બ્યુરોનો સ્થાપક સભ્ય છે. આ પહેલા ખાલિદ 2017 સુધી હમાસનો ચીફ હતો. ખાલિદ મશાલ ઘણા વર્ષોથી આતંકી સંગઠન હમાસનું નેતૃત્વ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ખાલિદ મશાલનો જન્મ વેસ્ટ બેંકમાં થયો હતો અને તેનો ઉછેર કુવૈત અને જોર્ડનમાં થયું હતું. ખાલિદ 2004માં હમાસનો નેતા બન્યો હતો. એવું કહેવાય છે કે ખાલિદ ક્યારેય ગાઝામાં રહ્યો નહોતો. તેમણે જોર્ડન, સીરિયા, કતાર અને ઇજિપ્તમાં રહીને હમાસ માટે કામ કર્યું હતું. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાલિદ મશાલ હાલમાં કતારમાં છે અને તેમની કુલ સંપત્તિ 4 અબજ ડોલર છે.
ઉલ્લેખનીય છે કે, કેરળના કલામાસેરીમાં સવારે એક કન્વેન્શન સેન્ટરમાં થયેલા ત્રણ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 36થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે વિસ્ફોટ પછી સરકારી આરોગ્ય વ્યાવસાયિકોને ફરજ પર રિપોર્ટ કરવા વિનંતી કરી છે. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્ર NIAની સાથે NSG ટીમ પણ મોકલી રહ્યું છે. NIAની ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચશે. NIAની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચશે. ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે પણ વાત કરી છે. આ દરમિયાન તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી.
આ પણ વાંચો: IND Vs ENG Live/ ક્રિસ વોક્સે ભારતને આપ્યો ઝટકો, શુબમન ગિલને ક્લીન બોલ્ડ કર્યો
આ પણ વાંચો: Mass Suicide/ સુરતમાં સામૂહિક આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો: મન કી બાત/ ‘એ જ સામાન ખરીદો જેમાં દેશવાસીનો પરસેવો હોય’, જાણો PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું