Not Set/ ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા

છેલ્લા  કેટલાય સમયથી ગુજરાતના જુદાજુદા ભાગોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. છાસવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નાના ભૂકંપના અન્ચાકાઓ આવી રહ્યા છે. ગત મોડી રાત્રીએ પણ કચ્છ અને ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવ્યા હતા. ગીર સોમનાથ ગત મોડી  રાત્રિથી સવાર સુધી […]

Gujarat Others
EarthquakeMonitor ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા

છેલ્લા  કેટલાય સમયથી ગુજરાતના જુદાજુદા ભાગોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. છાસવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નાના ભૂકંપના અન્ચાકાઓ આવી રહ્યા છે. ગત મોડી રાત્રીએ પણ કચ્છ અને ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના નાના આંચકા આવ્યા હતા.

ગીર સોમનાથ

ગત મોડી  રાત્રિથી સવાર સુધી તાલાલા ગીરમાં ભૂકંપ પાંચ જેટલા આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિ.મી. દૂર નોંધાયું  હતું.  જયારે નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાતા લોકોમાં ડર નો માહોલ વ્યાપી ગયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 1.3 થી 3.1 જેટલી નોધાઇ છે.

કચ્છ

કચ્છ ખાતે પણ મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો   હતો. ભૂકંપના મોડી રાત્રે બે આંચકા અનુભવાયા હતા. રાત્રે 11.54 કલાકે ભૂકંપની તીવ્રતા 1.4 રિક્ટર સ્કેલ નોધાઇ હતી.  તો રાત્રે 1.20 કલાકે ભૂકંપની તીવ્રતા 1.3 રિક્ટર સ્કેલ  પર નોધાઇ હતી. લોકોનું માનવું છે કે, ઠંડી વધ ઘટ થતા ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને લઈને લોકોમાં દરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.