અમદાવાદ/ રથયાત્રાની વર્ષો જૂની પરંપરા તૂટશે નહીં,મુખ્યમંત્રી જ પહિંદવિધી કરાવશે,સત્તાવાર જાહેરાત

મુખ્યમંત્રીને કોરોના થઇ જતા રથયાત્રામાં પહિંદવિધી કોણ કરાવશે તેની ચર્ચા આખો દિવસ ચાલી હતી અને અંતે સીએમ ઓફિસથી સત્તાવાર જાહેર કરવામાં આવી છે કે હવે પહિંદવિધી સીએમ ભૂપેન્દ્ર પટેલ જ કરાવશે. 

Top Stories Gujarat
રથયાત્રા

અમદાવાદની રથયાત્રા શ્રદ્વાળુઓ માટે ખુબ મહત્વની છે,આ રથયાત્રા જગન્નાથપુરી બાદ રાજ્યની સૌથી મોટી રથયાત્રા છે,રાજ્યના મુખ્યમંત્રીને કોરોના થઇ જતા રથયાત્રામાં પહિંદવિધી કોણ કરાવશે તેની ચર્ચા આખો દિવસ ચાલી હતી અને અંતે સીએમ ઓફિસથી સત્તાવાર જાહેર કરવામાં આવી છે કે હવે પહિંદવિધી સીએમ ભૂપેન્દ્ર પટેલ જ કરાવશે.

ઉલ્લેખનીય છે કે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા તે હોમ આઇસોલેટ થયા હતા. તેઓ કોરોના પોઝિટિવ મળી આવતા રથયાત્રામાં કરવામાં આવતી પહિંદવિધી પર પ્રશ્ન ઉભો થયો હતો,પરતું હવે પહિંદવિધિ  મુખ્યમંત્રી જ કરશે,હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાના સમાચાર આવ્યા છે, હવે વર્ષો જૂની પરંપરા તૂટશે નહીં, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના ગાઈડલાઇન્સના નિયમો સાથે  પહિંદવિધિ કરાવશે,આ માહિતી મુખ્યમંત્રી ઓફિસથી આપવામાં આવી છે.

નોંધનીય છે કે  વર્ષોની પરંપરા રહી છે કે પહિંદવિધિ મુખ્યમંત્રી કરતા હોય છે,પરતું આ વખતે તે પરંપરા તૂટતી બચી ગઇ,સીએમ કોરોનના થઇ જતાં વિધી મામલે સવાલો ઉભા થયો હતા.પરતું હવે પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયો છે.