Not Set/ વીમો લેવાને બહાને ગ્રાહકોના ખીસા ખંખેરતી હતી આ ગેંગ…

અમદાવાદ, વીમો લેવાના બહાને છેતરપીંડી કરતી દિલ્હીની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે પકડી હતી.એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના નામે ફોન કરી ગ્રાહકો સાથે ચિટીંગ કરતા એક પુરૂષ અને ત્રણ મહિલા સહિત ચારને પોલિસે પકડ્યા છે. પોલિસે આરોપીઓને દિલ્હી ખાતેથી પકડ્યા છે,જેમાં આરોપી પાસેથી પોલીસે 5 મોબાઈલ, 1 કમ્પ્યુટર, વાઇફાઇ રાઉટર અને એક ભાગીદારી કરાર કબજે કર્યું છે.પોલીસ તપાસમાં આરોપીઓએ ગુજરાત સહિત […]

Ahmedabad Gujarat
aaare 9 વીમો લેવાને બહાને ગ્રાહકોના ખીસા ખંખેરતી હતી આ ગેંગ...

અમદાવાદ,

વીમો લેવાના બહાને છેતરપીંડી કરતી દિલ્હીની ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે પકડી હતી.એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના નામે ફોન કરી ગ્રાહકો સાથે ચિટીંગ કરતા એક પુરૂષ અને ત્રણ મહિલા સહિત ચારને પોલિસે પકડ્યા છે.

પોલિસે આરોપીઓને દિલ્હી ખાતેથી પકડ્યા છે,જેમાં આરોપી પાસેથી પોલીસે મોબાઈલ, 1 કમ્પ્યુટર, વાઇફાઇ રાઉટર અને એક ભાગીદારી કરાર કબજે કર્યું છે.પોલીસ તપાસમાં આરોપીઓએ ગુજરાત સહિત અન્ય ૧૦ રાજ્યોમાં કોલ કરી લોકોને છેતરવાનું કામ કર્યું છે જેમાં સૌથી વધારે કોલ દિલ્હી અને ગુજરાત ખાતે કરવામાં આવ્યા છે.આરોપીઓએ દિલ્હીમાં 1835 ગુજરાતમાં 742 ઉત્તર પ્રદેશમાં 1,163 અને હિમાચલમાં 675 કોલ કરી લોકોને છેતરવા માટે પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાથે ઝડપાયેલાં આરોપીઓએ અમદાવાદના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે પરવેશ કુમાર રોશપ્રીયાંશી ભગીરથ અને રેનુ રાણસિંગ નામના આરોપીઓની ધરપકડ કરી છે. જો કેગેંગનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે.

12મું ધોરણ ભણેલા મુળ ઉત્તર પ્રદેશના પરવેશ કુમાર કોલ સેન્ટરમાં કામ કરતો હતો અને તેના હાથ નીચે પ્રીયાંશી અને રેણું કામ કરતી હતી.બંને કોલર યુવતીઓ એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી બાબતે ગ્રાહકોને ફોન કરતી અને તેમની માહિતી લેતા અને ત્યારબાદ તેમની જોડે થી એસ એલ ટી અને સર્વિસટેક્સના મ ચાર્જ વસૂલતી હતા સાથે-સાથે ઇન્કમટેક્સએસ.એમ.સી ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.