Not Set/ ગુજરાતમાંથી દારૂબંધી નાબુદ કરવા પૂર્વ CM શંકરસિંહ બાપુએ છેડ્યું અભિયાન

  ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટીવ જોવા મળી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં કહેવાતી દારૂ બંધી ને નાબુદ કરવા માટે હાકલ કરી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી નામ માત્રની કહેવતી દારૂબંધી  હટાવવાના પક્ષમાં છે. અને આ અંગે ઘણીવાર જાહેરમાં બોલી ચૂક્યાં છે. હવે ગુજરાતમાં દારૂબંધીની દુર કરવા માટે શંકરસિંહ […]

Gujarat Uncategorized
813eab53501912f4d8ed6b7e35fd1b7a ગુજરાતમાંથી દારૂબંધી નાબુદ કરવા પૂર્વ CM શંકરસિંહ બાપુએ છેડ્યું અભિયાન
 

ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટીવ જોવા મળી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં કહેવાતી દારૂ બંધી ને નાબુદ કરવા માટે હાકલ કરી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી નામ માત્રની કહેવતી દારૂબંધી  હટાવવાના પક્ષમાં છે. અને આ અંગે ઘણીવાર જાહેરમાં બોલી ચૂક્યાં છે.

હવે ગુજરાતમાં દારૂબંધીની દુર કરવા માટે શંકરસિંહ વાઘેલા એ સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી રહ્યા છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો?  આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો છે. 

શંકરસિંહ વાઘેલાએ કહેવતી દારુબંધીને કારણે થતા નુકશાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવી રહ્યા છે. અને લોકોને #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે પોતાના વ્યુ જણાવવા કહી રહ્યા છે. તેમને ટવીટ કર્યું છે કે, સરકાર ખુદ પણ દારૂબંધીના હકમાં નથી માટે જ ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાઈ છે, તો નામ માત્રની દારૂબંધી રાખવાનો શું મતલબ? કે દારૂબંધી હટાવી લેવાથી ભાજપને મલાઈ બંધ થઈ જશે એ ડર છે? ભ્રષ્ટ દારૂબંધી ને હટાવવા સોશીયલ મીડિયા પર #AgainstLiquorBanChallenge સાથે પોસ્ટ કરી આ ઝુંબેશમાં જોડાઓ.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, દારૂના બ્લેક માર્કેટને કારણે ન તો રાજ્યને ટેક્સ મળી રહ્યો છે, ન તો રોજગાર ઉભો થઈ રહ્યો છે. દારૂબંધી હટશે તો ટુરિઝમને બળ મળશે અને રોજગાર પણ ઉભો થશે. મજાની વાત તો એ છે કે શંકરસિંહ વાઘેલાના અભિયાન પર અનેક લોકોએ પ્રતિસાદ આપ્યો છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.