Not Set/ બુલંદ શહેર હિંસા : ઇન્સ્પેકટર સુબોધ કુમાર અને સ્થાનિક યુવકનું મૃત્યુ, વાંચો સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર  સહિત એક યુવાનનું મૃત્યુ થયું છે. વાહનો આગમાં ખાખ  ગુસ્સામાં ભડકેલી ભીડે ઘણા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. ૪૮ કલાકમાં આ અંગે ગોપનીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કતલખાનું હોવાની મળી હતી સુચના  પોલીસને સોમવારે સવારે […]

Top Stories India Trending
k બુલંદ શહેર હિંસા : ઇન્સ્પેકટર સુબોધ કુમાર અને સ્થાનિક યુવકનું મૃત્યુ, વાંચો સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર  સહિત એક યુવાનનું મૃત્યુ થયું છે.

વાહનો આગમાં ખાખ 

ગુસ્સામાં ભડકેલી ભીડે ઘણા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. ૪૮ કલાકમાં આ અંગે ગોપનીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

કતલખાનું હોવાની મળી હતી સુચના 

પોલીસને સોમવારે સવારે સાત વાગ્યે ખબર મળી હતી કે આ ગામમાં ગૌ હત્યા થઇ છે. સુચનાની જાણ થતા પોલીસ ઇન્સ્પેકટર સુરેશ ચંદ અને બીજા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોચી ગયા હતા. સૌ પ્રથમ તેમણે ભીડને સમજાવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભીડ કપાયેલા ગાયના અંશોને ટ્રેક્ટરમાં નાખીને હાઈ-વે તરફ લઇ જઈ રહી છતી. ત્યારબાદ મામલો બેકાબુ બની ગયો હતો અને સુચના મળતા સુબોધ કુમાર આવ્યા હતા.

પરિસ્થિતિ ખરાબ થતા સુબોધ કુમારે લાઠી ચાર્જના આદેશ આપ્યા હતા. ભીડે પોલીસ સ્ટેશન બાજુ ચક્કાજામ કરી દીધો હતો.

મૃત ગાયના અંશો મળ્યા

ત્યાં હાજર રહેલા એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે જયારે ઘટનાસ્થળે પહોચ્યા ત્યારે ત્યાં મૃત ગાયના કેટલાક અંશો જોયા. અમે ટોળાને આ મામલે કહ્યું કે પોસ્ટમોર્ટમમાં આ અંશને મોકલીશું અને પરંતુ ત્યાં ઉપસ્થિત લોકો અલગ-અલગ વાત કહેવા લાગ્યા. પોલીસ તે લોકોને સમજાવવામાં નિષ્ફળ રહી હતી.

પોલીસની ચોકી પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. ભીડ દ્વારા ત્યાં આજુ-બાજુ પડેલા તમામ વાહનોને આગ ચાંપી દીધી હતી.

પોલીસ ઇન્સ્પેકટરની પિસ્તોલ છીનવીને મારી ગોળી 

હિંસા વધી જતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે પથ્થરમારો શરુ થઇ ગયો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનોએ પોલીસને ઘેરી લીધી હતી. આ દરમ્યાન ઇન્સ્પેકટર સુબોધ કુમારની બંદુક છીનવી લઈને તેમના માથા પર ગોળી મારી દીધી હતી. ત્યારબાદ ટોળાએ મારપીટ કરી અને ઈંટ ફેંકી હતી.

તાત્કાલિક ઇન્સ્પેક્ટર સુબોધ કુમારને તાત્કાલિક હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મૃત ઘોષિત કર્યા હતા.પોલીસે ૬૦ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.