India News: દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું(India Weather Update) ફરી સક્રિય બન્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે વધુ સક્રિય બનીને જમીન તરફ આગળ વધી રહ્યું છે. આ હવામાન પ્રણાલીની અસરને કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે(India Meteorological Department) આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
7 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ
ડીપ ડિપ્રેશનની સૌથી વધુ અસર ઓડિશામાં જોવા મળી રહી છે. રાજ્યના તટીય અને દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ(India Weather Update) પડી રહ્યો છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 33 ODRAF ટીમોને તૈનાત કરી છે, જેમાંથી 24 ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. ભારે વરસાદની(India Weather Update) આગાહીને ધ્યાનમાં રાખીને ઓડિશાના 7 જિલ્લાઓમાં 24 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને તેમને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેને ધ્યાનમાં રાખીને 24 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. પુરીના દરિયાકિનારે નાહવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તર ભારતમાં પણ હવામાનમાં(India Weather Update) ફેરફાર જોવા મળી રહ્યો છે. પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ગુરુવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે અને 25 તથા 26 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં શુક્રવારથી વરસાદનું(India Weather Update) જોર વધવાની અને શનિવારે કેટલાક પર્વતીય વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ ગુરુવાર અને શુક્રવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
દિલ્હી-એનસીઆરમાં હાલ મોટું એલર્ટ નહીં
દિલ્હી-એનસીઆરમાં હાલમાં મોટા વરસાદી એલર્ટની શક્યતા નથી. બુધવારે અહીં હવામાન(India Weather Update) મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, તટીય કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને હવામાનના તાજા અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:દેશમાં ફરી વરસાદી માહોલ, 14 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ; ખેડૂતો માટે ખાસ ચેતવણી
આ પણ વાંચો:આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવનની આગાહી
આ પણ વાંચો:El Ninoનો કહેર! ક્યાંક સૂકાની માર તો ક્યાંક અતિશય વરસાદ, ચોમાસાની વિચિત્ર સ્થિતિ
