india news/ જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટો ધડાકો: બંધ કારમાંથી મળી આવ્યા બે પોલીસકર્મીઓના મૃતદેહ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના બટોટમાં કારમાંથી બે પોલીસકર્મીઓના (J&K Police) મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

NATIONAL Top Stories India
J&K Police Major incident in Ramban

India News : જમ્મુ-કાશ્મીરના (J&K Police)રામબન જિલ્લાના બટોટ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે રાત્રે સના વિસ્તારના ઝિયારત મોડ નજીક ઊભેલી એક કારમાંથી બે દિલધડક સ્થિતિમાં બેભાન પડેલા પોલીસકર્મીઓ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને રામબન જિલ્લા હોસ્પિટલે પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

J&K Police : મૃતકોની ઓળખ અને ઘટનાની વિગતો

મૃત્યુ પામેલા પોલીસકર્મીઓની ઓળખ હેડ કોન્સ્ટેબલ ફરીદ અહમદ અને સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યાકુબ તરીકે થઈ છે. આ બંને જવાનો રામબન (Ramban)જિલ્લા પોલીસ લાઈન્સ (DPL) માં ફરજ બજાવતા હતા. રાત્રે આશરે 8:30 વાગ્યે બંને જવાનો ફિઆટ કાર માંથી અચેત અવસ્થામાં મળી આવ્યા હતા.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ એસએસપી રામબન અરુણ ગુપ્તા (Arun Gupta)સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસે કાર કબજે કરીને ફોરેન્સિક તપાસ હાથ ધરી છે તેમજ મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે, જ્યારે ઘટના બાદ બંને જવાનોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો :દિલ્હીમાં સગીરા સાથે ગેંગરેપનો આરોપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો; 2ની શોધખોળ

આ પણ વાંચો :UPની સ્કૂલમાં મહિલા શિક્ષિકાની હત્યા, CCTVમાં આરોપી શિક્ષિકાને પહેલા માળે લઈ જતો દેખાયો

આ પણ વાંચો :દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે પવનની આગાહી