india news/ ભારે વરસાદ બાદ હવે મેઘરાજા લેશે વિરામ! ગુજરાત સહિતના રાજ્યોમાં ઉકળાટભરી ગરમીની આગાહી

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ હવે આગામી 5થી 7 દિવસ સુધી ચોમાસું ધીમું પડવાની શક્યતા છે. IMDના અનુમાન મુજબ વરસાદમાં ઘટાડા સાથે ઉકળાટભરી ગરમીનો અનુભવ થશે.

Top Stories India Breaking News
rain

India News: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ બાદ હવે ચોમાસાની ગતિ ધીમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 5થી 7 દિવસ દરમિયાન ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થશે અને ઉકળાટભર્યા ગરમીના માહોલનો સામનો કરવો પડી શકે છે.

ચોમાસા પર બ્રેક: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 5-7 દિવસ વરસાદ (Rain)માં વિરામ, ઉકળાટ વધશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 10 જુલાઈથી ચોમાસાની ધરી હિમાલયની તળેટી તરફ સરકતાં આગામી 5થી 7 દિવસ સુધી પશ્ચિમના સૂકા પવનો સક્રિય બનશે. તેના કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં વરસાદની ગતિ ધીમી પડશે અથવા કેટલાક વિસ્તારોમાં વરસાદ નહીં પડે. આ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે, પરંતુ હવામાં ભેજ અને ગરમીના કારણે ઉકળાટમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે અનુભવાતું (Feels Like) તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.

તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચોમાસા (Monsoon)ની ધરી હિમાલયની તળેટી તરફ ખસતાં પશ્ચિમના સૂકા પવનો દેશના આંતરિક વિસ્તારોમાં સક્રિય બનશે. તેના કારણે મોટાભાગના રાજ્યોમાં આકાશ સ્વચ્છ રહેશે પરંતુ ભેજ અને ગરમીના કારણે અસહ્ય ઉકળાટ અનુભવાશે. કેટલાક વિસ્તારોમાં અનુભવાતું તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ શકે છે.

જૂન મહિનામાં વરસાદની અછત બાદ જુલાઈની શરૂઆતમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. દિલ્હી, મુંબઈ, ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, ટ્રાફિક જામ, ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદથી જૂન મહિનાની વરસાદની ખામી પણ મોટા પ્રમાણમાં પૂરી થઈ હતી.

ક્યા રહેશે વરસાદ?

જોકે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદમાં વિરામ જોવા મળી શકે છે.

ચોમાસામાં આવો ટૂંકો વિરામ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જુલાઈના મધ્યમાં વરસાદ ઘટવાથી ડાંગર સહિતના ખરીફ પાક માટે ચિંતા ઊભી થઈ શકે છે. સિંચાઈની પૂરતી સુવિધા ન ધરાવતા ખેડૂતો માટે આગામી દિવસો પડકારરૂપ બની શકે છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાએ લીધો બ્રેક! આગામી 7 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં!

આ પણ વાંચો: દિલ્હીથી ગુજરાત સુધી ભારે વરસાદ, અનેકના મોત, 17 રાજ્યોમાં એલર્ટ

આ પણ વાંચો: દિલ્હી સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા