Punjab Terror Encounter: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરનારા ચાર શૂટરો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પંજાબના પોલીસ મહાનિર્દેશકે આ વાતની પુષ્ટિ કરી છે. પંજાબ પોલીસે આ ચાર હત્યારાઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. તેમાં જગરૂપ રૂપા અને મનપ્રીત મનુ ગેંગસ્ટરનો સમાવેશ થાય છે જ્યારે અન્ય બે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. અમૃતસર જિલ્લાના અટારી ગામમાં પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચિચા ભકના ગામમાં લગભગ 6 કલાક સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ દરમિયાન 3 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
પોલીસ સાથે આ બદમાશોનું આ એન્કાઉન્ટર સવારે 10.15 વાગ્યાથી ચાલુ હતું. જે જગ્યાએ આ એન્કાઉન્ટર થયું તે બલવિંદર સિંહ ડેરી વાલે નામના વ્યક્તિની જમીન હોવાનું કહેવાય છે અને ત્યાં એક જૂની ઈમારત હતી જેમાં આ તમામ ગુંડાઓ છુપાયેલા હતા. એન્કાઉન્ટર દરમિયાન પંજાબ પોલીસના જવાનો ઘરની છત પર ચઢી ગયા હતા. વાસ્તવમાં પોલીસને માહિતી મળી હતી કે આ ગુંડાઓ ગામમાં છુપાયેલા છે. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે તેમને ઘેરી લીધા હતા. અમૃતસર પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે અનેક રાઉન્ડ ફાયરિંગ થયું છે. ઘટનાસ્થળે અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર હતા. એન્કાઉન્ટર દરમિયાન પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. આ બદમાશો લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર માટે કામ કરતા હતા.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસમાં પકડાયેલા શૂટરોએ ઘણા ખુલાસા કર્યા હતા. મનપ્રીત ઉર્ફે મનુ તરન તારણ જિલ્લાના ખુસા ગામનો રહેવાસી છે, જે ગોલ્ડી બ્રાર અને લૌરેશ બિશ્નોઈનો સૌથી વફાદાર અને સૌથી ખતરનાક શૂટર છે. મુસેવાલાની હત્યા દરમિયાન મનપ્રીત મનુએ AK 47માંથી પ્રથમ ગોળી ચલાવી હતી. બાકીના શૂટરોએ મૃતક સિદ્ધુ મુસેવાલા પર અત્યાધુનિક હથિયારોથી ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: નવી દિલ્હી/ ટૂંક સમયમાં જ ભારતના જંગલોમાં જોવા મળશે લુપ્તપ્રાય ચિત્તો, જાણો ક્યાંથી આવશે આ ખૂબસૂરત જંગલી પ્રાણી
આ પણ વાંચો: ક્રાઈમ/ વલસાડમાં વિદ્યાર્થીને રમવું હતું વિડીયોગેમ અને માતાએ શાળાએ સ્કુલે જવાનું કહેતા બાળકે લગાવી મોતની છલાંગ
