ભારતે બુધવારે નામીબિયા સાથે 1952માં લુપ્ત જાહેર થયેલા ચિત્તાઓને લાવવા માટે એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા. પર્યાવરણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આઠ ચિત્તા, જેમાં ચાર નર અને ચાર માદા છે, ઓગસ્ટમાં નામિબિયાથી ભારત લાવવામાં આવશે.
દક્ષિણ આફ્રિકા સાથે પણ વાતચીત ચાલી રહી છે. મંજૂરી મળતાની સાથે જ તેમની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. વિશ્વના સૌથી ઝડપી દોડતા પ્રાણી ચિત્તાને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો-પાલપુર નેશનલ પાર્ક (KNP)માં રાખવામાં આવશે. ભારતમાંથી ચિત્તા સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે.
તેનું મુખ્ય કારણ અતિશય શિકાર અને રહેવા માટે જગ્યાનો અભાવ હોવાનું કહેવાય છે. છેલ્લી વખત 1948માં છત્તીસગઢના કોરિયા જિલ્લાના સાલ જંગલોમાં મૃત ચિત્તો મળી આવ્યો હતો. વિશ્વમાં ચિત્તાઓની સૌથી વધુ વસ્તી નામીબિયામાં છે.
આ પણ વાંચો:ફર્સ્ટ લુક આવતાં જ વિવાદોમાં ફસાઈ ફિલ્મ EMERGENCY, કોંગ્રેસે કંગના રનૌતને ગણાવી BJPની એજન્ટ
આ પણ વાંચો: ‘ગદર’ ફેમ અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ, એક્ટ્રેસ પર લાગ્યો આ ગંભીર આરોપ
આ પણ વાંચો:સિંગર જાની જોહાન રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, તેનો માંડ માંડ બચ્યો જીવ
