Not Set/ કાનપુરમાં બદમાશને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, સીઓ સહિત 8 પોલીસકર્મી શહીદ

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં પોલીસ ટીમ અને બદમાશો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાન શહીદ થયા છે. પોલીસ ટીમ કાનપુરનાં હિસ્ટ્રીશીટર બદમાશ વિકાસ દુબેને તેના ગામ બિકરુ પકડવા ગઈ હતી, પરંતુ બદમાશોએ પોલીસ ટીમને ઘેરી અને ફાયરિંગ કરી દીધી હતી. આ ઘટનામાં 8 પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે 12 થી વધુ પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ […]

India

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં પોલીસ ટીમ અને બદમાશો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાન શહીદ થયા છે. પોલીસ ટીમ કાનપુરનાં હિસ્ટ્રીશીટર બદમાશ વિકાસ દુબેને તેના ગામ બિકરુ પકડવા ગઈ હતી, પરંતુ બદમાશોએ પોલીસ ટીમને ઘેરી અને ફાયરિંગ કરી દીધી હતી. આ ઘટનામાં 8 પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે 12 થી વધુ પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળી રહેલી માહિતી અનુસાર, કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેને પકડવા પોલીસ તેના ઘરે દરોડો પાડવા માટે અડધી રાતે પહોંચી હતી, પરંતુ બદમાશોએ ગામમાં પોલીસને ઘેરી લીધી હતી અને છત પરથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. બન્ને તરફથી થયેલી ફાયરિંગમાં બિલ્હૌર પોલીસ સ્ટેશનનાં સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત ત્રણ સબ ઈન્સ્પેક્ટર અને ચાર સૈનિકો શહીદ થયા છે. જ્યારે 12 થી વધુ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે.