Not Set/ VIDEO : જુઓ, આ વીડિયો જ્યાં એક બસને કોઈ ડ્રાઈવર નહિ પણ વાનર કરી રહ્યો છે કંટ્રોલ

બેંગલુરુ, સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, તે જોઇને એક તબક્કે તમારું હસવાનું રોકી શકશો નહિ. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સરકારી બસનો ડ્રાઈવર બસ ડ્રાઈવ કરતા સમયે પોતાની સાથે વાનર લઈને બેઠો છે અને આ જ મંકીના હાથોમાં ડ્રાઈવર દ્વારા સ્ટિયરીંગનો કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. #WATCH Viral […]

India Trending Videos

બેંગલુરુ,

સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે, તે જોઇને એક તબક્કે તમારું હસવાનું રોકી શકશો નહિ.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સરકારી બસનો ડ્રાઈવર બસ ડ્રાઈવ કરતા સમયે પોતાની સાથે વાનર લઈને બેઠો છે અને આ જ મંકીના હાથોમાં ડ્રાઈવર દ્વારા સ્ટિયરીંગનો કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

હકીકતમાં, કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ના પ્રકાશ નામના એક ડ્રાઈવર જયારે બસ ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે, તે પોતાની સાથે બસના સ્ટિયરીંગ વ્હિલ પર મંકીને લઈને બેઠો છે.

એક વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં એવું સામે રહ્યું છે કે, બસને આ મંકી જ ચલાવી રહ્યો છે અને તે જ સ્ટિયરીંગ વ્હિલને હલાવી રહ્યો છે, જયારે બીજી બાજુ બસનો ડ્રાઈવર ગીયર બદલી રહ્યો છે.

જો કે આ વીડિયો વાઈરલ થયા બાદ આ બસ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલમાં તેને પોતાની ડ્યુટી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના ૧ ઓકટોબરની બતાવવામાં આવી રહી છે અને આ ST બસ દાવણગરેથી ભરમાસગરા વચ્ચે જઈ રહી હતી.