Not Set/ રાજકોટ : મોડી રાત સુધી 5 ઇંચ વરસાદ,પાણીમાં ફસાઈ સ્કૂલ બસ

 રાજકોટ, રાજકોટ શહેરમાં સોમવારની રાતે સાંબેલાધાર વરસાદ પડ્યો છે.મોડી રાતે 3 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતાં શહેર પાણી પાણી થઈ ગયું હતું.ભારે વરસાદને કારણે પાણી ભરતા પોપટપરા અંડરબ્રિજમાં ધોળકિયા સ્કૂલની બસ ફસાઈ ગઇ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓને અંડરબ્રિજમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 […]

Top Stories Gujarat Rajkot Videos

 રાજકોટ,

રાજકોટ શહેરમાં સોમવારની રાતે સાંબેલાધાર વરસાદ પડ્યો છે.મોડી રાતે 3 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતાં શહેર પાણી પાણી થઈ ગયું હતું.ભારે વરસાદને કારણે પાણી ભરતા પોપટપરા અંડરબ્રિજમાં ધોળકિયા સ્કૂલની બસ ફસાઈ ગઇ હતી. બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓને અંડરબ્રિજમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના લક્ષ્મીનગર અને મોદી સ્કૂલ પાસે આવેલા ગરનાળા બંધ કરાયા હતા.

રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે.

https://www.facebook.com/mantavyanews/videos/455690811950625/

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.