Gujarat News: ગુજરાતમાં આજે મકરસંક્રાંતિ (Makarsanktranti)ના દિવસે દાન-પુણ્ય કરવાનો અવસર માનવામાં આવે છે. આજેના દિવસે ગાયને ગોળ અને ચારો ખવડાવવાની પ્રાચીન પરંપરામાં ઉલ્લેખ કરાયો હોવાનું લોકો વર્ષોથી માનતા આવ્યા છે. શહેર કે ગામડાઓમાં આજે વહેલી સવારથી મંદિરોમાં દાન-પુણ્ય કરતા લોકો જોવા મળ્યાં છે. લોકો વહોલી સવારથી જ ગૌ માતાની સેવામાં હાજર રહ્યાં છે. પાંજરાપોળમાં ગાયોને ઘાસ ચારો ખવડાવવા લોકો ઉમટી પડ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં મકરસંક્રાતિનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પતંગરસિયાઓ ધાબા પર ચઢી પતંગ ચઢાવવા લાગ્યા છે. આકાશ ધીમે ધીમે રંગબરેંગી બનતું જઈ રહ્યું છે. જલેબી અને ઊંધિયા સાથે અમદાવાદીઓ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા છે. વહેલી સવારથી ઊંધિયા-જલેબીની ખરીદી માટે લોકો લાઈનમાં લાગ્યા છે.

ફરસાણ હાઉસમાં ઊંધિયા-જલેબીની સાથે ગાંઠિયા, ખમણ જેવા નાસ્તાની પણ ડિમાન્ડ જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ વધારો જોવા મળ્યો છે, પરંતુ ખાવાના શોખીન લોકોને ભાવ વધારાથી કંઈ ખાસ ફરક પડ્યો હોય તેમ જણાતું નથી. જલેબી અને ઊંધિયાના ભાવમાં આ વર્ષે રૂપિયા 30થી 40નો વધારો થયો છે. જલેબીનો ભાવ રૂપિયા 400થી લઈને 900 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યું છે. ઊંધિયું 300થી 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો:મકરસંક્રાંતિએ જાણો દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત
આ પણ વાંચો:મકરસંક્રાંતિ પૂર્વે ઓલપાડ પોલીસે ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવ્યા
આ પણ વાંચો:શિયાળામાં જરૂર બનાવો ખજૂર અને અંજીરની બરફી, રહેશે શરીરમાં ગરમાવો
