Surat News/ મકરસંક્રાંતિ પૂર્વે ઓલપાડ પોલીસે ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવ્યા

સુરતીઓના ઉમંગના પર્વ મકરસંક્રાંતિની અસર અત્યારથી જ જણાઈ રહી છે

Top Stories Gujarat Surat

Surat News: ઓલપાડ (Olpad) પોલીસે મકરસંક્રાંતિ પૂર્વનો ઉમંગ માતમમાં ન છવાઈ જાય તે માટે તકેદારી રાખવાના ભાગરૂપે જાગૃતિ આણવાના ભાગરૂપે ઓલપાડ ટાઉનમાંથી પસાર થતાં ટુ-વ્હીલર ચાલકોની બાઈક ઉપર સેફટી ગાર્ડ લગાવવાની સરાહનીય કામગીરી હાથ ધરી હતી.

આગામી 14 મી જાન્યુઆરીએ સુરતીઓના ઉમંગના પર્વ મકરસંક્રાંતિની અસર અત્યારથી જ જણાઈ રહી છે. આ સમયે રોડ પરથી પસાર થતાં નિર્દોષ બાઈક ચાલકોના ગળાઓ પતંગની લટકતી કાતિલ દોરીથી કપાતા અકસ્માત ઘટનામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેથી એક્શનમાં આવેલ સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ મથકોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓનો વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરવા ઉપરાંત ટુ- વ્હીલર વાહન ચાલકોના ગળા પતંગની કાતિલ દોરીથી ન કપાઈ તે માટે જાગૃતિ આણવા આદેશ જારી કર્યા હતાં.

જેના પગલે ઓલપાડ પીઆઇ સી.આર. જાદવે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે પોલીસ મથકના કર્મીઓ દ્વારા ઓલપાડ ટાઉનમાંથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોના ગળા ચાલુ વાહન દરમ્યાન પતંગની દોરીથી ન કપાઈ તેમજ લટકતી દોરીથી શરીરના કોઇ ભાગને ઇજા ન થાય તે માટે ટુ-વ્હીલરની આગળના ભાગે લોખંડના સળિયાના સેફટી ગાર્ડ લગાવ્યા હતાં.

@મહેન્દ્રસિંહ માંગરોલા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલાએ સાસરિયા વિરુદ્ધ ઘરેલુ હિંસા અને છેડતીની ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો:અસલામત અમદાવાદમાં માત્ર 24 કલાકમાં બીજી વાર બની છેડતીની ઘટના

આ પણ વાંચો:યુવકને “વન સાઈડ લવ” કરવો પડ્યો ભારે, યુવતીએ નોંધાવી છેડતીની ફરિયાદ