Not Set/ ભાવનગર/ વરતેજ સોડવદરા રોડ પર સ્કૂલબસમાંથી વિદ્યાર્થીની પટકાતા મોત

ભાવનગરના વરતેજ સોડવદરા રોડ પર સ્કૂલ બસ માંથી વિદ્યાર્થીની નીચે પટકાઈ હતી. અને બસ નીચે આવી જતા વિદ્યાર્થીની નું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વાળુંકડ શાળાની બસ સ્કૂલ તરફ જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.  સ્કૂલે જતી બસમાંથી વિદ્યાર્થીની નીચે પટકાતા બસમાં આવી જતા મોત નીપજ્યું હતું. બસના ડ્રાઈવર દ્વારા  ઓવર સ્પીડમાં વળાંક […]

Gujarat Others

ભાવનગરના વરતેજ સોડવદરા રોડ પર સ્કૂલ બસ માંથી વિદ્યાર્થીની નીચે પટકાઈ હતી. અને બસ નીચે આવી જતા વિદ્યાર્થીની નું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર વાળુંકડ શાળાની બસ સ્કૂલ તરફ જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.  સ્કૂલે જતી બસમાંથી વિદ્યાર્થીની નીચે પટકાતા બસમાં આવી જતા મોત નીપજ્યું હતું. બસના ડ્રાઈવર દ્વારા  ઓવર સ્પીડમાં વળાંક લેતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે સ્થાનીકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બસમાં બાળકોની સંભાળ માટે કોઈ ક્લીનર કે અન્ય વ્યક્તિ હાજર નહિ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ને પગેલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો સાથે વરતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.