Not Set/ આમ, ફણડવીસે CMનો ચાર્ચ સંભાળ્યો અને આમ, અજીત પવારને 9 કેસ(કૌભાંડ કેસ)માં ક્લીન ચીટ

સોમવારે મહારાષ્ટ્રની ભાજપ સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.  મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સિંચાઇ કૌભાંડનાં 20 કેસમાંથી નવ કેસમાં અજીત પવારને ક્લિનચીટ આપી દીઘી છે. આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 70 હજાર કરોડનું સિંચાઇ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) તેના બળવાખોર નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારને પરત લાવવા તમામ […]

Top Stories India

સોમવારે મહારાષ્ટ્રની ભાજપ સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.  મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે સિંચાઇ કૌભાંડનાં 20 કેસમાંથી નવ કેસમાં અજીત પવારને ક્લિનચીટ આપી દીઘી છે. આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 70 હજાર કરોડનું સિંચાઇ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) તેના બળવાખોર નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારને પરત લાવવા તમામ પ્રયાસો કરી રહી છે.  ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળ,  અજીત પવારને ચોથી વાર અજીત પવારના ઘરે મળ્યા અને તેમને એનસીપીમાં પાછા ફરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. ભુજબળ બાદમાં  અન્ય બે વરિષ્ઠ નેતાઓ દિલીપ વાલ્સે-પાટિલ અને સુનીલ તાત્કરે પણ મંત્રાલય ગયા હતા અને અજીત પવાર સાથે ચર્ચા કરી હતી. અજીત પવારે ચાર્જ સંભાળ્યા પછી તરત જ ત્રણે નેતાઓ તેમને મળવા પહોંચ્યા. આપને જણાવી દઇએ કે, અજીત પવાર સોમવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મંત્રાલય પહોંચ્યા હતા અને તેમને ઉપમુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો હતો.

એનસીપીનાં સૂત્રો કહે છે કે, પાર્ટીનો આ છેલ્લો પ્રયાસ છે અને તે પછી તે અજીત પવારની વિવેકબુદ્ધિ અને નિર્ણય પર છોડી દેવામાં આવશે. રવિવારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ અજીત પવારને બે વાર મળ્યા હતા. આ સાથે પવારના પરિવારના સભ્યો – રોહિત આર. પવાર, સાંસદ સુપ્રિયા સુલે – પવારે પણ સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી અને અજીત પવારને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.