Nafe Singh Rathee Murder Case/ હરિયાણામાં થયેલી નેતાની હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

હરિયાણામાં ઈન્ડીયન નેશનલ લોકદળ (આઈએનએલડી)ના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સીબીઆને સોંપી દેવામાં આવી છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 97 2 હરિયાણામાં થયેલી નેતાની હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી

@નિકુંજ પટેલ

હરિયાણામાં ઈન્ડીયન નેશનલ લોકદળ (આઈએનએલડી)ના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યાની તપાસ સીબીઆને સોંપી દેવામાં આવી છે. તે સિવાય હત્યા પહેલાનું એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. જેમાં આરોપીઓ સફેદ કલરની કારમાં દેખાઈ રહ્યા છે. ડાઈવરની બાજુની સીટમાં બેઠેલો હુમલાખોર ફોન પર વાત કરતો ફૂટેજમાં દેખાય છે.

રાઠીની રવિવારે સાંજે હત્યા થઈ હતી. આઈ-10 કારમાં આવેલા શખ્સોએ 40 થી 50 રાઉન્ડ ફાયકર કરી તેમની હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે રાઠીના ભત્રીજા સંજયની ફરિયાદને આધારે ભાજપના પુર્વ ધારાસભ્ય માંગેરામ રાઠીના પુત્ર નરેશ કૌશિક, પુર્વ ચેરમેન કર્મબીર રાઠી, પુર્વ મંત્રી માંગેરામ રાઠીના પુત્ર સતીષ નંબરદાર, રાહુલ, કમલ અને ગૌરવ વિરૂધ્ધ હત્યા સહિત આઠ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.

બીજીતરફ રાઠીના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈન્કાર કરી દીધો હતો. રાઠી સમર્થકોએ હોસ્પિટલની બહાર રોડ પર ટ્રાફિક જામ કરી દીધો હતો. તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગણી કરી હતી. સોમવારે આઈએનએલડીના નેતા અભય સિંહ ચૌટાલા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

હરિયાણા બજેટ સત્રમાં નફે સિંહ રાઠીની હત્યાનો મામલો ચગ્યો હતો. કોંગ્રેસે સરકાર પાસે હાઈકોર્ટના જજ અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરાવવવાની માંગણી કરી છે. ગૃહમંત્રી અનિલ વીજે જવાબ આપ્યો હતો કે નફે સિંહે સુરક્ષા માંગી હતી, પરંતુ તે તેમની પાસે ક્યારેય આવ્યા ન હતા. ધમકી આપનારા શખ્સની પણ પોલીસે ધરપકડ કરી હતી અમે સીબીઆઈ તપાસ કરાવવા માટે તૈયાર છીએ. ત્યારબાદ રાઠીનો પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો હતો. જોકે પરિવારે આરોપીઓની ધરપકડ માટે પોલીસને 7 દિવસનો સમય આપ્યો છે.

ઝજજરના એસપી અર્પિત જૈને જણાવ્યું હતું કે તપાસ માટે 2 ડીસીપીના નેતૃત્વમાં પાંચ ટીમ બનાવવામાં આવી છે. સીઆઈએ અને એસટીએફની પણ મદદ લેવાઈ છે. આ હુમલામાં રાઠી સાથે પાર્ટીના કાર્યકર્તા જયકિશન દલાલનું પણ મોત થયું હતું. જ્યારે ભત્રીજા સંજય અને ખાનગી સુરક્ષા કર્મચારીની હાલત ગંભીર છે.તેમને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં એસપીએ કહ્યું કે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેટલાક લોકોને અટકમાં લેવાયા છે.

હત્યા સમયે નફે સિંહ રાઠીનો ભત્રીજો કાર ચલાવી રહ્યો હતો. તેણે તેના નિવેદનમાં સમગ્ર હકીકત જણાવી છે. તેણે કહ્યું કે અમે આસીદા ગામમાં તેમના પરિવારમાં શોક વ્યક્ત કરવા ગયા હતા. રવિવારે અસૌદા ગામમાં સામાજીક કારમ પતાવીને બહાદુરગઢ પરત આવી રહ્યા હતા. હું ડ્રાઈવીંગ સીટ પર અને રાઠી બાજુની સીટ પર બેઠા હતા. જ્યારે પાછળની સીટ પર કબલાના નિવાસી સંજીત અને બહાદુરગઢ નિવાસી જયકિશન બેઠા હતા. સાંજે પાંચ વાગ્યે એક સફેદ કલરની કાર અમારો પીછો કરતી હતી મેં કારની સ્પીડ વદારી હતી. સામે ફાટક બંધ દેકાતા મેં કાર અટકાવી હતી. તે જ સમયે પાંચ યુવક પિસ્ટલ અને શસ્ત્રો સાથે સફેદ કારમાંથી ઉતરીને આવ્યા હતા. તેમણે જોરથી બુમ પાડીને કહ્યું કે સતીષ, કર્મબીર રાઠી, નરેશ કૌશિક સાથેની દુશ્મનીનો આ લોકોને સબક શીખવાડી દો. બાદમાં તેમમે અમારી પર અંધાધુંધ ફાયરીગ કર્યું હતું. જેમાં મને કમર અને જાંઘ સહિત ત્રણ જગ્યાએ ગોળી વાગી હતી.

દરમિયાન તેમાંથી એક શખ્સ ડ્રાઈવર તરફની વીન્ડો પર આવ્યો અને બોલ્યો તને જીવતો છોડું છું. તેમના ઘરે જઈને જણાવી દે જે કે નરેશ, કર્મબીર રાઠી, રમેશ રાઠી, સતીષ રાઠી, ગૌરવ રાઠી, રાહુલ અને કમલ વિરૂધ્ધ કોઈ પણ કોર્ટમાં જશો તો સમગ્ર પરિવારને ખતમ કરી નાંખીશું. મેં જોયું તો મામા નફે સિંહ રાઠી અને જયકિશનના મોત નીપજ્યા હતા. સંજીતની હાલત ગંભીર હતી. રાહદારીઓ અમને બધાને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં મારી સારવાર ચાલી રહી છે. હું હુમલાખોરો સામે આવે તો ઓળખી શકું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:

આ પણ વાંચો: અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી