Not Set/ આ બે સ્કુલે અનોખી રીતે ઉજવ્યો ટીચર્સ ડે

અમદાવાદ, આજના દિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદની નવરંગપુરામાં આવેલી માઉન્ટ કારમેલ સ્કૂલમાં અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીન સીટીના કોન્સ્પેટને ધ્યાનમાં રાખીને સ્કૂલના 100 થી વધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને બહેરા-મૂંગા શાળાનાં પ્રાંગણમાં 150 થી વધુ વિવિધ જાતનાં છોડની વાવણી કરવામાં આવી હતી. શિક્ષક જો […]

Ahmedabad Top Stories
dkjfslkghjkdghjd આ બે સ્કુલે અનોખી રીતે ઉજવ્યો ટીચર્સ ડે

અમદાવાદ,

આજના દિવસે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદની નવરંગપુરામાં આવેલી માઉન્ટ કારમેલ સ્કૂલમાં અનોખી રીતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીન સીટીના કોન્સ્પેટને ધ્યાનમાં રાખીને સ્કૂલના 100 થી વધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને બહેરા-મૂંગા શાળાનાં પ્રાંગણમાં 150 થી વધુ વિવિધ જાતનાં છોડની વાવણી કરવામાં આવી હતી. શિક્ષક જો વિદ્યાર્થીઓને આમ જ નેક રાહ પર દોરતા રહે તો સમાજમાં મોટા પાયે સુધારો આવવાની શક્યતા છે.

જયારે આ મુદ્દે માઉન્ટ કારમેલ સ્કૂલનાં શિક્ષક ચિરાગ શાહે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે,

chirag shah આ બે સ્કુલે અનોખી રીતે ઉજવ્યો ટીચર્સ ડે
Chirag Shah, Teacher of Mount Carmel School

શિક્ષક દિવસ નિમિતે માઉન્ટ કારમેલ સ્કૂલમાં 80 થી વધારે શિક્ષકો અને લગભગ 80 થી વધારે વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એક શિક્ષકનું સમાજ માટે આગવું સ્થાન હોય છે, જે અંતર્ગત આજ રોજ શિક્ષક પણ સમાજને કંઈક એવું અર્પે છે જે સમાજ માટે લાભદાયક હોય છે. જેથી સ્કૂલનાં આચાર્ય સિસ્ટર રેણુકાને એવો વિચાર આવ્યો કે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકીસાથે માંડીને સમાજને કંઈક એવો સંદેશ અર્પે જેથી સમાજ ઉથ્થાન માટે એક સારું ઉદાહરણ પૂરું પડી શકાય. જેથી અમે શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ મળીને માઉન્ટ કારમેલ સામે આવેલી બહેરા-મૂંગાની શાળામાં 150 થી વધુ વિવિધ જાતનાં છોડનું વૃક્ષારોપણ કર્યું હતું.”

જયારે માઉન્ટ કેરમલ સ્કૂલની એક વિદ્યાર્થીની સૌમ્યા દીક્ષિતે શિક્ષક દિવસ નિમિત્તેની ઉજવણી અંગે પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે,

saumya આ બે સ્કુલે અનોખી રીતે ઉજવ્યો ટીચર્સ ડે
Saumya Dixit, Student of Mount Carmel School

આજ રોજ શિક્ષક દિવસ અને અમારી સ્કૂલ માઉન્ટ કારમેલનાં 150 વર્ષ પૂર્ણ થયા છે. તે ખુશીમાં શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું છે. જેથી કુદરતે જે આપણને આપ્યું છે તેનું ઋણ ચૂકવવા આપનો પણ કંઈક ફાળો રહે.”

ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મૉટે ભાગે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને શાળાનું સંચાલન કરતા હોય છે. પરંતુ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનૅશનલ સ્કૂલમાં વાલીઓએ શિક્ષક બનીને વિધાર્થીઓને શિક્ષા આપી હતી. આ કાર્ય પાછળનું હેતુ વાલીઓ અને શિક્ષકની જવાબદારીઓ સમજીને શિક્ષકને સહયોગ આપે તે માટેનો હતો. તો સાથે જ બાળકો પોતાના માતા-પિતાને એક દિવસ માટે શિક્ષક બનીને જોઈને ખુશ થાય તે માટેનો હતો. 10 જેટલા વાલીઓએ ભાગ લઈને ગણિત, ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોનો પાઠ વિદ્યાર્થીઓને શીખવ્યાહતા .

તો આજ રોજ ઉજવાયેલ શિક્ષક દિવસ નિમિતે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલનાં આચાર્ય ડો. પ્રતીક્ષા પરીખે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે,

pratiksha parikh આ બે સ્કુલે અનોખી રીતે ઉજવ્યો ટીચર્સ ડે
Dr. Pratiksha Parikh, Tripada International School Principal

વર્ષો વર્ષ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ શિક્ષક દિવસને ખાસ બનાવવા માટે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલે વાલીઓને આમંત્રિત કાર્ય હતા કે તેઓ આજ રોજ વિદ્યાર્થીઓને શિક્ષા અને માર્ગદર્શન આપે.”

તો વિદ્યાર્થીઓને શિક્ષક દિવસ નિમિતે જ્ઞાન પુરવાર પાડતા વાલી રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે,

rajendra shah આ બે સ્કુલે અનોખી રીતે ઉજવ્યો ટીચર્સ ડે
Rajendra Shah, Parent of Student Who celebrate Teachers day in School

ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે તમે શિક્ષક દિવસ નિમિતે સ્કૂલમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક છો! જેમાં હામી ભર્યા બાદ આજ મને શિક્ષક બનવાની તક આપતા સ્કૂલનાં આચાર્ય અને શિક્ષકોનો હું ખુબ આભારી છું. આજ અમને શિક્ષક જાણ થઇ કે એક શિક્ષકની ભૂમિકા એટલી આગવી અને અઘરી છે.”