મુંબઈના રામ મંદિર વિસ્તારમાં આવેલા અસ્મી ઈન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ ઔદ્યોગિક સંકુલમાં ડીઝલના વેરહાઉસ અને ભંગારની દુકાનો આવેલી છે. સિલિન્ડર બ્લાસ્ટના અવાજો પણ દૂર દૂર સુધી સંભળાય છે. ઘટનાની જાણ થતા પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જ્યાં આગ લાગી તે જગ્યાની નજીક રામ મંદિર બ્રિજ છે, જે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડને જોડે છે. આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે આ ઔદ્યોગિક સંકુલમાં ડીઝલના વેરહાઉસ અને ભંગારની દુકાનો આવેલી છે.ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહી છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે .ભીષણ આગ લાગી અને સિલિન્ડર પણ બ્લાસ્ટ થતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો, આગના લીધે ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. ભીષણ આગ અને સિલિન્ડર બ્લાસ્ટના કારણે ઘટનાસ્થળની પાસેના રામ મંદિર પુલને બંધ કરાયો છે. આ પુલ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડ સાથે કનેક્ટ છે, તેથી અહીં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
