અભિનેતા અક્ષય કુમાર તાજેતરમાં જ કપિલ શર્માના શોમાં પહોંચ્યો ત્યારે કંઈક એવું થયું કે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. વાસ્તવમાં એક મહિલા પ્રશંસકે કહ્યું કે તે શાહરૂખ ખાનને પ્રેમ કરે છે. એમ કહીને તેણે અક્ષય કુમારે શાહરૂખ સાથે ફોન પર વાત કરાવવા વિનંતી કરી. અક્ષયને પહેલા આશ્ચર્ય થયું. શું બોલવું તે સમજાતું નહોતું. પણ પછી તેને શાહરુખને ફોન લગાવ્યો.
આ પણ વાંચો :ફિલ્મ રાવણ લીલાનું પોસ્ટર થયું રિલીઝ , જાણીલો તેમની તેમની રિલીઝ ડેટ
વાસ્તવમાં અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે, આવી સ્થિતિમાં, ખિલાડી કુમાર આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. પ્રમોશન માટે અક્ષય કપિલ શર્મા શોમાં જોવા મળ્યા હતા. ત્યારે શાહરુખ ખાનના એક ફેને તેને કિંગ ખાનને ફોન કરવાનું કહ્યું, તે પછી જે થયું તે ખૂબ જ રમુજી છે.
View this post on Instagram
અક્ષય કુમારે શાહરુખ ખાનને કોલ કરી ફોન સ્પીકર પર મૂક્યો. પરંતુ તેનો ફોન લાગ્યો નહિ. ત્યારે ચાહકે કહ્યું કે, ‘સાહેબ બીજા નંબર પર ફોન કરો. આના પર કપિલ શર્મા મજાકમાં કહે કે, ‘શાહરૂખ ખાન PCO માં કામ કરે છે?’ પછી છોકરી અક્ષયને કહે છે કે, ‘બીજો કોઈ નંબર નથી સાહેબ’ આના પર અક્ષય કહે છે કે ‘હું શાહરૂખના બીજા નંબર પર કોલ કરું’. ત્યાં પેલી છોકરી બોલી કે, ‘સર તેની પત્ની ગૌરી ખાનને કોલ કરો.’ આ સાંભળીને બધા લોકો હસવા લાગ્યા. કપિલ કહે છે કે ‘આખી વાત તમારા પર આવશે. ગૌરી ભાભી કહેશે ‘અક્ષય જી તમે મારા પતિને બગાડી રહ્યા છો’. આખરે શાહરૂખ સાથે વાત થઈ શકી નહિ.
આ પણ વાંચો :આ વખતે KBCમાં સૌ પ્રથમ જોવા મળશે આ ટેક્નોલોજી
ફેન્સ અક્ષય કુમારની આ કામની પ્રશંસા કરી રહ્યા છે. ભલે તે શાહરુખ સાથે તેની વાત ના કરાવી શક્યા, પરંતુ તેના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અક્ષય થોડા સમય પહેલા રામ સેતુ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા, ત્યારે તેમણે અતરંગી રેનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. આ સિવાય અક્ષયની સૂર્યવંશી પણ રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમાર પાસે પૃથ્વીરાજ, રક્ષા બંધન અને બચ્ચન પાંડે પણ છે.
આ પણ વાંચો :સોનૂ સૂદ મુંબઈના મેયર બનશે? આ એક્ટર્સ પર પણ વિચાર
આ પણ વાંચો : આશા ભોંસલેના રેસ્ટોરન્ટમાં પહોંચ્યો ટોમ ક્રુઝ, હોલીવુડ સ્ટારને ભાવી આ વાનગી