Congress leader/ કોંગ્રેસ નેતા જયરામ રમેશ: ‘મારા સાથીદારોએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે હાલમાં પોતાના સાથીદારોની ટેગ કરી ટ્વીટ કર્યુ છે. જયરામ રમેશે ટ્વીટમાં લખ્યું છે મારા સાથીદારો આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી PM મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Top Stories India
Beginners guide to 2024 04 08T163538.925 કોંગ્રેસ નેતા જયરામ રમેશ: 'મારા સાથીદારોએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે હાલમાં પોતાના સાથીદારોની ટેગ કરી ટ્વીટ કર્યુ છે. જયરામ રમેશે ટ્વીટમાં લખ્યું છે મારા સાથીદારો આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી PM મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જયરામ રમેશે ટ્વીટમાં પોતાના સાથીદારો @salman7khurshid, @Mukul Wasnik, @Pawankhera અને @gurdeepsappal ટેગ કરતાં લખ્યું કે મારા સાથીદારોએ હમણાં જ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી અને PM મોદિ સહિત ભાજપ સામે 6 ફરિયાદો રજૂ કરી છે. આ 6 ફરિયાદોમાં 2 ફરિયાદ પીએમ મોદી વિરુદ્ધ હતી. જેમાં પીએમ મોદીએ મુસ્લિમ લીગની વિચારધારાની ટિપ્પણી કરતાં ફરિયાદ દાખલ કરી હતી.

PM મોદીએ શનિવારે કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીના વિચારો આઝાદી પૂર્વેના મુસ્લિમ લીગના વિચારો જેવા છે. મહત્વનું છે કે PM મોદીએ શનિવારે કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીના વિચારો આઝાદી પૂર્વેના મુસ્લિમ લીગના વિચારો જેવા છે. કોંગ્રેસે ફરિયાદ કરી છે કે પીએમ મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટેના કોંગ્રેસના ઢંઢેરામાં ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પીએમ માટેના દાવા અંગે દલીલ કરતાં કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો મુસ્લિમ લીગની આઝાદી પૂર્વેની વિચારધારા લાદી રહ્યો છે.

જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, “આ સમય છે કે ચૂંટણી પંચ તમામ પક્ષો માટે એક સમાન રમતનું ક્ષેત્ર સુનિશ્ચિત કરીને તેની સ્વતંત્રતાનું પ્રદર્શન કરે.” અમને આશા છે કે ચૂંટણી પંચ ફરિયાદ મુદ્દે તમામ પક્ષો માટે સમાન નીતિ અપનાવે છે. ચૂંટણી પંચને ફરીયાદ મુદે પોતાના નિર્ણયમાં સ્વતંત્રતા દર્શાવવાનો આ સમય છે. અમે આશા રાખીએ છીએ કે માનનીય પંચ તેના બંધારણીય આદેશને જાળવી રાખશે. અમે આ ખોટા શાસનનો પર્દાફાશ કરવા માટે તમામ માર્ગો, રાજકીય અને કાયદાકીય રીતે પીછો કરવાનું ચાલુ રાખીશું.’

જયરામ રમેશે પોતાની ટ્વીટમાં લખ્યું કે આજે પીએમ મોદી છત્તીસગઢના બસ્તર જવા રવાના થયા છે. ભાજપનો આજનો વ્યવહાર દર્શાવે છે કે કોર્પોરેટ મિત્રો સાથેની તેમની મિત્રતા લોકો પ્રત્યેની તેમની ફરજની ભાવના કરતાં ઘણી ઊંડી છે. આજની મુલાકાતમાં પીએમ મોદી રાજ્યમાં આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવામાં કેમ નિષ્ફળ રહ્યા છે તેના પર થોડો પ્રકાશ પાડી શકે.

જયરામ રમેશ ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતા પવન ખેરાએ કહ્યું હતું કે, “અમે ઘણા મુદ્દા ઉઠાવ્યા, વડાપ્રધાને જે રીતે અમારા મેનિફેસ્ટોને મુસ્લિમ લીગનો દરજ્જો આપ્યો તેની સામે અમે સખત વાંધો ઉઠાવ્યો.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Banaskantha/મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: Dwarka/રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: #gujarat/23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું