Not Set/ કૃષિ કાયદાના પરત ખેચતા વિશ્વ મીડિયાએ કહ્યુ,- PM મોદી નરમ પડ્યા, સરકાર ઝૂકી

જો બધા જ વિદેશી મીડિયાની વાતનો સાર કાઢીએ તો વિદેશી મીડિયા કહી રહ્યું છે કે, ખેડૂતોની માંગણીઓ સામે નરેન્દ્ર મોદી સરકારને ઝુકવું પડ્યું,

India
વિદેશી મીડિયા કૃષિ કાયદાના પરત ખેચતા વિશ્વ મીડિયાએ કહ્યુ,- PM મોદી નરમ

નરેન્દ્ર મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. ભારતમાં આજે ચારે ને ચૌટે તેની જ ચર્ચા  ચાલી રહી છે. ત્યારે વિદેશી મીડિયાએ પણ ભારત સરકારના આ નિર્ણયની નોધ લીધી છે. વિદેશી મીડિયા પણ ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલ કૃષિ કાયડ્ડા અને ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધની સતત નોધ રાખી રહ્યું હતું. યુએસ, યુકે, કેનેડા અને પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોએ તેને હોમ પેજ પર સ્થાન આપ્યું છે.

જો બધા જ વિદેશી મીડિયાની વાતનો સાર કાઢીએ તો વિદેશી મીડિયા કહી રહ્યું છે કે, ખેડૂતોની માંગણીઓ સામે નરેન્દ્ર મોદી સરકારને ઝુકવું પડ્યું, સરકાર હારી અને ખેડૂતો જીત્યા. અહીં જાણો ખેડૂતોના આંદોલન અને આ ત્રણ કાયદા પાછા ખેંચવા પર વિશ્વ મીડિયા શું કહે છે…

CNNએ કહ્યું- રાજકીય મજબૂરી

CNNએ મોદીનું ચોક્કસ ભાષણ પ્રકાશિત કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે સરકારે એક મહત્વપૂર્ણ દિવસે આ નિર્ણયની જાહેરાત કરી હતી. ખેડૂત નેતા દીપકા લાંબાએ કહ્યું- ખેડૂતો માટે આ એક મોટી જીત છે. અમે માનીએ છીએ કે મોદી સરકારે રાજકીય મજબૂરીને કારણે આ નિર્ણય લીધો છે.

વેબસાઈટે લખ્યું- ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને કોઈપણ સરકાર ખેડૂતોને નારાજ કરવાનું જોખમ લઈ શકે નહીં. આવતા વર્ષે સાત રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જો મોદી સત્તામાં રહેવું હોય તો આ ચૂંટણીઓને અવગણી શકાય નહીં. એ વાત પણ સાચી છે કે આ સાતમાંથી છ રાજ્યોમાં ભાજપ સત્તા પર છે.

મોદી નરમ પડ્યા

PM મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી અને તરત જ આ સમાચાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની વેબસાઈટ પર ચમક્યા. NYTએ લખ્યું- લગભગ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલન સામે આખરે વડાપ્રધાન મોદીએ પોતાનું વલણ બદલવું પડ્યું. સરકારે નરમ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું અને વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા. સારી વાત એ છે કે આંદોલનકારી ખેડૂતોએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આંદોલનકારી ખેડૂતોમાં શીખોની સંખ્યા ઘણી વધારે હતી. કદાચ આ જ કારણ છે કે મોદીએ દેવદિવાળી ના પાવન પર્વ પર આ નિર્ણયની જાહેરાત કરી હતી.

ખેડૂતોની વાત સાંભળી ન હતી

બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને લખ્યું – જ્યારે 2020માં આ કૃષિ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા ત્યારે એવું લાગ્યું કે સરકાર કૃષિના સમગ્ર માળખાને બદલવા માંગે છે. દેશની 60% વસ્તી કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. તેથી, દરેકની નજર આ પગલા પર હતી. એવું જ થયું, સરકારનું આ પગલું ખેડૂતોની નજરમાં ખટક્યું હતું. તેમનો તર્ક વાજબી હતો. તેઓ કહેતા હતા કે જે ખેડૂતો માટે સરકારે કાયદો બનાવ્યો છે તેમની સાથે વાતચીત શા માટે કરવામાં આવી નથી. જેના કારણે તેમની આજીવિકા અને જીવ જોખમમાં મુકાયો હતો.

સરકાર પીછેહઠ કરી

પાકિસ્તાનના સૌથી મોટા અખબાર અને વેબસાઇટ dawn.com એ એજન્સીના ઇનપુટ્સ સાથે તેની વેબસાઇટ પર આ સમાચાર પ્રસારિત કર્યા છે. હેડિંગમાં જ લખવામાં આવ્યું છે – મોદીએ કૃષિ કાયદાઓ પર પાછા હટવું પડ્યું. geo.tv tv અને tribune.com.pk જેવી મહત્વની વેબસાઈટના સમાચારોનો ભાવાર્થ લગભગ એક જ રહ્યો. ડોને બે શીખ ખેડૂતો એકબીજાને મીઠાઈ ખવડાવતો ફોટો મૂક્યો હતો. આ સાથે શુક્રવારે વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધનનો વીડિયો પણ જોડવામાં આવ્યો છે. જેમાં તેમણે કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

મોદી ફરી ચોંકી ગયા

કેનેડાના અખબાર theglobeandmailએ લખ્યું- વડાપ્રધાન મોદી ફરી એકવાર આશ્ચર્યચકિત. તેમના વિશે એક વાત નોંધવી જોઈએ. મોદીએ કહ્યું- હવે આપણે નવેસરથી શરૂઆત કરવી જોઈએ. પ્રકાશ પર્વ પર મોદીની આ જાહેરાતના ઘણા અર્થ કાઢી શકાય છે. આ માટે રાજકીય કારણો પણ મહત્વપૂર્ણ છે. આ કાયદાઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પસાર કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો વિરોધ થઈ રહ્યો હતો અને સરકારની મુશ્કેલીઓ વધી રહી હતી. thestar.com એ પણ લગભગ આવો જ વિચાર કર્યો.

ગુજરાત / CBIનો સપાટો, અમદાવાદની આ બેન્કના રિજીયોનલ હેડ CBIના સકંજામાં

કચ્છ / મુંદ્રા બંદરેથી પરમાણુ હથિયારમાં વપરાતો કાચો માલ ઝડપાયો