Not Set/ આર્થિક મંદી વચ્ચે ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ-જલ્દી જ…

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને જલ્દીથી જલ્દી મોટા નિર્ણયો લેવા પડશે. તેની પાછળનું સૌથી મોટું કારણ રોકડનો અભાવ છે. જણાવી દઇએ કે આર્થિક મંદીનાં કારણે વિરોધી પક્ષો સરકાર પર સતત હુમલો કરી રહી છે. સરકાર પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે […]

Top Stories India
Gadkarii આર્થિક મંદી વચ્ચે ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યુ-જલ્દી જ...

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને જલ્દીથી જલ્દી મોટા નિર્ણયો લેવા પડશે. તેની પાછળનું સૌથી મોટું કારણ રોકડનો અભાવ છે. જણાવી દઇએ કે આર્થિક મંદીનાં કારણે વિરોધી પક્ષો સરકાર પર સતત હુમલો કરી રહી છે. સરકાર પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે તે અર્થવ્યવસ્થા સિવાયનાં અન્ય મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

હવે રસ્તાઓ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રીએ કહ્યું કે, ‘મેં વરિષ્ઠ અધિકારીઓને મારા ઘરે બોલાવ્યા અને કહ્યું કે કેટલાક કેસો લગભગ 89 હજાર રૂપિયાનાં છે. હું તમને નહી કહુ કે શું કરવાનુ છે, હુ બસ તમને એટલુ જણાવી દઉ કે અર્થવ્યવસ્થા હાલમાં એક પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રોકડની અછત છે અને નિર્ણય જલ્દીથી જલ્દી લેવા પડશે.

CAA નાં સમર્થનમાં યોજાઇ રેલી

ગડકરીએ નાગપુરમાં એક રેલી દરમિયાન આ વાત કરી હતી. આ રેલી એનડીએ સરકાર દ્વારા નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) નાં સમર્થનમાં યોજવામાં આવી હતી. જે અંતર્ગત ઉત્પીડનનો ભોગ બનેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનાં લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. આ રેલીને ભાજપ તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ ટેકો આપ્યો હતો.

ગડકરીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારની ચિંતા ઘુસણખોરોને લઇને હતી. તેમણે કહ્યું, ‘સરકારનો આ નિર્ણય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી ઉત્પડનનો શિકાર થઇને આવેલા લઘુમતીઓને ન્યાય અપાવવાનો હતો. આ કાયદો ભારતનાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નથી. અમે મુસ્લિમોને ભારત બહાર મોકલવાની વાત નથી કરી રહ્યા. આ સમયગાળા દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પાર્ટી પર ‘ખોટી માહિતી ફેલાવવી’ અને ‘વોટ બેંકનું રાજકારણ’ લગાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.