ફક્ત સુંદર છોકરીઓ માટે જ../ બ્યુટી કોન્ટેસ્ટ જીતશો તો NRI વર મળશે, પંજાબમાં જાહેરખબરનો વિવાદ, આયોજકો વિરૂદ્ધ FRI

બ્યુટી કોન્ટેસ્ટની જાહેરાતને લઈને પંજાબના ભટિંડામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે મહિલાઓ માટે બ્યુટી કોન્ટેસ્ટ કરાવનારા આયોજકો વિરુદ્ધ FIR નોંધી છે

Top Stories India
11 10 બ્યુટી કોન્ટેસ્ટ જીતશો તો NRI વર મળશે, પંજાબમાં જાહેરખબરનો વિવાદ, આયોજકો વિરૂદ્ધ FRI

બ્યુટી કોન્ટેસ્ટની જાહેરાતને લઈને પંજાબના ભટિંડામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે મહિલાઓ માટે બ્યુટી કોન્ટેસ્ટ કરાવનારા આયોજકો વિરુદ્ધ FIR નોંધી છે. સૌંદર્ય સ્પર્ધાના પોસ્ટરમાં લખ્યું છે કે વિજેતા મહિલાનું ઇનામ ‘કેનેડિયન NRI વર’ હશે. ભટિંડા પોલીસના સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલ પર આ માહિતી આપવામાં આવી છે.

ફોટો શેર કરતી વખતે ભટિંડા પોલીસે લખ્યું કે શહેરના કેટલાક ભાગોમાં વાંધાજનક પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ ફરતા થઈ રહ્યા હતા. જેમાં મહિલાઓ વિરુદ્ધ અપશબ્દો લખવામાં આવ્યા હતા. ઝડપી કાર્યવાહી કરીને, ભટિંડા પોલીસે એફઆઈઆર નોંધી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. સ્પર્ધાના આ પોસ્ટરો ભટિંડાના અજીત રોડ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરમાં લખ્યું હતું કે ‘સુંદર છોકરીઓ માટે જ  કોન્ટેસ્ટ છે’, સ્પર્ધકો માત્ર ઉચ્ચ જાતિના હોવા જોઈએ. પોસ્ટરમાં આગળ લખવામાં આવ્યું છે કે વિજેતાને ઉચ્ચ જાતિના કેનેડિયન નાગરિક સાથે લગ્ન કરવાની તક મળશે.