સ્ટોક માર્કેટ/ બે દિવસના ઘટાડા પછી ભારતીય શેરબજારમાં મજબૂતાઈ જોવાઈ, સેન્સેક્સ વધ્યો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં મજબૂતી જોવા મળી હતી. અસ્થિર ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ આવ્યો હતો, કારણ કે IT કંપનીઓ શેરોમાં લેવાલી જોવા મળી હતી.

Business
Stock market rise બે દિવસના ઘટાડા પછી ભારતીય શેરબજારમાં મજબૂતાઈ જોવાઈ, સેન્સેક્સ વધ્યો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં Stock Market મજબૂતી જોવા મળી હતી. અસ્થિર ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ આવ્યો હતો, કારણ કે IT કંપનીઓ શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 99.08 પોઈન્ટના વધારા સાથે 62,724.71 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 38.10 પોઈન્ટના વધારા સાથે 18,601.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં Stock Market સમાવિષ્ટ BPCL 3.23 ટકાની ટોચે ગેઇનર હતી. તે જ સમયે, ઇન્ફોસિસે પણ 2.05 ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ સિવાય TCS, HCL સહિત તમામ IT શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી.

 બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર મજબૂત Stock Market ખુલ્યું હતું. અમેરિકી બજારોમાં સકારાત્મક વલણ અને આઈટી શેરોમાં ખરીદીના કારણે શેરબજારમાં આ મજબૂતી જોવા મળી હતી. ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સેન્સેક્સ પેકમાં મુખ્ય નફાકારક હતા. બીજી તરફ લાર્સન એન્ડ ટુબ્રો, Stock Market ટાઇટન અને મારુતિમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.12 ટકા ઘટીને $73.95 પ્રતિ બેરલ હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ શુક્રવારે ચોખ્ખી રૂ. 308.97 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ શેરબજારના ડેટા અનુસાર. શુક્રવારે સેન્સેક્સ 223.01 પોઈન્ટ ઘટીને 62,625.63 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી 71.15 પોઈન્ટ ઘટીને 18,563.40 પર બંધ રહ્યો હતો.

રોકાણકારોની નજર બજારના ડેટા પર 

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે Stock Market જણાવ્યું હતું કે, “રોકાણકારો આ અઠવાડિયે આવતા સ્થાનિક અને વૈશ્વિક બજારોના ડેટા પર નજર રાખતા હોવાથી સ્થાનિક શેર સૂચકાંકો સાવધાની સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જો કે, અંદાજો સકારાત્મક છે. ઉદાહરણ તરીકે, ભારતમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો નરમ થવાની ધારણા છે અને ફેડરલ રિઝર્વ અને બેન્ક ઓફ જાપાન (BOJ)ના દરો વર્તમાન સ્તરે રાખવામાં આવશે.તેમણે કહ્યું કે આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદન (IIP), જથ્થાબંધ ફુગાવો અને યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)ની નીતિ જાહેરાતથી પણ બજારને અસર થશે.

આ પણ વાંચોઃ બિપરજોય/ વાવાઝોડાને પીજીવીસીએલનું વીજતંત્ર કેવી રીતે પહોંચી વળશે તે જાણો

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ દેખાવા લાગી બિપરજોયની અસર, જાણો વાવાઝોડાને લઈને IMDની શું કરી આગાહી

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ભારે વરસાદ અને 135 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, 15 જૂને કચ્છમાં ત્રાટકશે બિપરજોય; દરિયાકાંઠાના વિસ્તારોમાં શાળા-કોલેજો

આ પણ વાંચોઃ બિપરજોય-પીએમ મોદી/ ચક્રવાતનો સામનો કરવા પીએમ મોદી રચશે કયો ‘ચક્રવ્યૂહ’

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી પસાર થશે Cyclone Biporjoy, પાકિસ્તાનના કરાચીમાં કરશે લેન્ડફોલ, 150 KM સુધી રહેશે