Not Set/ દેશની 58 ટકા સંપતિ પર 1 ટકા લોકોનો કબ્જો, જાણો કોણ છે ટૉચ પર

નવી દિલ્હીઃ ભારતની કુલ 58 ટકા સંપતિ પર અમિરોનું આધિપત્ય છે. જે દેશમાં વધતી જતી આવકની વિસમતાનો સંકેત આપે છે. આ આંકડો વિશ્વમાં આવેલા 50 ટકા કરતા વધારે છે. આ વાત નવા અભ્યાસમાં સામે આવી છે. વિશ્વ આર્થિક મંચની અહીં થનાર વાર્ષિક બેઠક પહેલા ઑક્સફેમ દ્વારા બહાર પાડવામા આવેલા એક અભ્યાસ અનુસાર ભારતના  ફક્ત 58 […]

India Business
દેશની 58 ટકા સંપતિ પર 1 ટકા લોકોનો કબ્જો, જાણો કોણ છે ટૉચ પર

નવી દિલ્હીઃ ભારતની કુલ 58 ટકા સંપતિ પર અમિરોનું આધિપત્ય છે. જે દેશમાં વધતી જતી આવકની વિસમતાનો સંકેત આપે છે. આ આંકડો વિશ્વમાં આવેલા 50 ટકા કરતા વધારે છે. આ વાત નવા અભ્યાસમાં સામે આવી છે. વિશ્વ આર્થિક મંચની અહીં થનાર વાર્ષિક બેઠક પહેલા ઑક્સફેમ દ્વારા બહાર પાડવામા આવેલા એક અભ્યાસ અનુસાર ભારતના  ફક્ત 58 અરબપતિઓ પાસે કુલ 216 અરબની સંપતિ છે. જે દેશની 70 ટકા વસ્તીની કુલ સંપિત બરાબર છે.

વૈશ્વિક આધાર પર આ પરિસ્થિતિ 8 અરબપતિઓની છે. જેમની પાસે સમગ્ર વિશ્વની 50 ટકા વસ્તી બરાબર સંપતિ છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 84 અરબ પતિ છે. જેમની કુલ સંપતિ 248 અરબ ડૉલર છે. જેમાથી 19.3 અરબ ડૉલરની સંપતિ સાથે મુકેશ અંબાણી ટોચ પર છે. ત્યાર બાદ દિલીપ સાંધવીની સંપતિ 16.7 અરબ ડૉલર અને અજીમ પ્રેમજીની સંપતિ 15 અરબ ડૉલર છે. દેશની કુલ સંપતિ 3100 અરબ ડૉલર છે.

આ વર્ષે વિશ્વની કુલ સંપતિ 2.56 લાખ અરબ ડૉલર આંકવામાં આવી છે. અને તેમાથી અંદાજે 6500 અરબ ડૉલર સંપતિ પર અરબપતિઓનું આધિપત્ય છે. જેમા 75 અરબ સંપતિ સાથે બિલ ગેટ્સ ટૉચ પર છે. ત્યાર બાદ 67 અરબ ડૉલરની સંપતિ સાથે એમૈનસિયો આર્ટેગા અને60.8 અરબ ડૉલરની સંપતિ વાળઆ વૉરેન બફેટનું નામ છે. ઓક્સફેમે 99 ટકા લોકો માટે એક અર્થ વ્યવસ્થા શીર્ષક નીચે એક રિપોર્ટના આંકડા રજૂ કર્યા હતા.