રવિવારે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીએ યમનને બાળકો માટે જીતું જાગતું નર્ક કહ્યું હતું.દર વર્ષે આહિયા જન્મેલા હજારો બાળકો કુપોષણ અને બીમારીના લીધે મૃત્યુ પામે છે.
જોર્ડનની રાજધાની અમ્માનમાં સંમેલનમાં એક સવાદદાતાએ કહ્યું હતું કે યમન આજના સમયે જીવતું-જાગતું એક નર્ક બની ગયું છે.
માત્ર ૫૦ કે ૬૦ લોકો નહી પરંતુ યમનના દરેક છોકરા- છોકરીઓ માટે તે એક નર્ક જ છે.વધુમાં તેમણે કહ્યું હતું કે આંકડા ઘણા ગંભીર છે અને જેને લઈને અમેં લોકોને ચેતાવણી પણ આપી છે.
યુનિસેફના જણાવ્યા પ્રમાણે યમનમાં પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના આશરે ૧૮ લાખ બાળકો ભયંકર રૂપથી કુપોષણનો ભોગ બન્યા છે.
હાલ પણ યમનમાં ચાર લાખ બાળકો પર મોતની તલવાર લટકી રહી છે.
યમનમાં દર વર્ષે ૩૦,૦૦૦ બાળકોના મોત કુપોષણના લીધે થાય છે. જયારે દર ૧૦ મિનિટે એક બાળકનું મોત એવી બીમારીના લીધે થાય છે જેનું ઈલાજ શક્ય નથી.