Not Set/ ઈંગ્લેંડ સામેની ત્રીજી વન-ડેમાં કેપ્ટન કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ, આ દિગ્ગજોને પણ છોડ્યા પાછળ

લીડ્સ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રન મશીન બનવાની સાથે જાણે રેકોર્ડ મશીન પણ બની ગયા છે. મંગળવારે લીડ્સના ગ્રાઉન્ડ પર ઈંગ્લેંડ સામેની મેચમાં વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૩૦૦૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ માત્ર ૪૯મી ઇનિંગ્સમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરીને સૌથી ઝડપી ૩૦૦૦ રન બનાવનાર […]

Trending Sports
cricket sri ind 6e89b4d8 c03f 11e7 80b5 65d6945df80e 1 ઈંગ્લેંડ સામેની ત્રીજી વન-ડેમાં કેપ્ટન કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ, આ દિગ્ગજોને પણ છોડ્યા પાછળ

લીડ્સ,

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રન મશીન બનવાની સાથે જાણે રેકોર્ડ મશીન પણ બની ગયા છે. મંગળવારે લીડ્સના ગ્રાઉન્ડ પર ઈંગ્લેંડ સામેની મેચમાં વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૩૦૦૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

વિરાટ કોહલીએ માત્ર ૪૯મી ઇનિંગ્સમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરીને સૌથી ઝડપી ૩૦૦૦ રન બનાવનાર કેપ્ટન બન્યા છે. જો કે આ મામલે કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એ બી ડિવિલિયર્સ તેમજ ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીને પાછળ છોડ્યા છે.

એ બી ડિવિલિયર્સે ૩૦૦૦ રન બનાવવા માટે ૬૦ ઇનિંગ્સ રમી હતી, જયારે હાલમાં જ વન-ડે ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂર્ણ કરનાર એમ એસ ધોનીએ ૩ હજાર રન પૂર્ણ કરવા માટે ૭૦ વન-ડે ઇનિંગ્સ રમી હતી.

આ મેચ પહેલા કોહલીએ પોતાના વન-ડે કેરિયરમાં ૨૧૦ મેચોની ૨૦૨ ઇનિંગ્સમાં ૯૭૦૮ રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીની બેટિંગ એવરેજ ૫૮.૧૩ તેમજ સ્ટ્રાઈક રેટ ૯૨.૦૮ રહ્યું છે.