IPL/ દિલ્હી કેપિટલ્સને લાગ્યો સૌથી મોટો ઝટકો, આ ખેલાડી થયો કોરોના પોઝિટિવ

દેશમાં એક તરફ કોરોનાનો હાહાકાર છે અને બીજી તરફ દેશમાં ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ ચાલી રહી છે. આ વચ્ચે હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે.

Sports
mmata 102 દિલ્હી કેપિટલ્સને લાગ્યો સૌથી મોટો ઝટકો, આ ખેલાડી થયો કોરોના પોઝિટિવ

દેશમાં એક તરફ કોરોનાનો હાહાકાર છે અને બીજી તરફ દેશમાં ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ ચાલી રહી છે. આ વચ્ચે હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. આઈપીએલની 14 ની સીઝનની શરૂઆત જીત સાથે કરનારી દિલ્હી કેપિટલ્સની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.

mmata 103 દિલ્હી કેપિટલ્સને લાગ્યો સૌથી મોટો ઝટકો, આ ખેલાડી થયો કોરોના પોઝિટિવ

IPL / રાજસ્થાનનેે લાગ્યો મોટો ઝટકો, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ટૂર્નામેેન્ટથી થયો બહાર

આપને જણાવી દઇએ કે, દિલ્હી કેપિટલ્સનાં ફાસ્ટ બોલર એનરિક નોર્તજે કોરોનાની ઝપટમાં આવી ગયો છે. તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી કેપિટલનાં અક્ષર પટેલને પણ નોર્તજે પહેલા કોરોના થયો હતો. અક્ષર પટેલ 28 માર્ચે ટીમની સાથે હોટલમાં પહોંચ્યો હતો. એનરિક નોર્તજે ગયા મંગળવારે આઈપીએલમાં ભાગ લેવા મુંબઇ પહોંચ્યો હતો. તેણે સાત દિવસનો ક્વોરેન્ટીનનો સમય પણ પૂર્ણ કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં તે ટીમનો ભાગ ન હતો. દિલ્હી કેપિટલ્સે તે મેચ સાત વિકેટથી જીતી લીધી હતી.

mmata 104 દિલ્હી કેપિટલ્સને લાગ્યો સૌથી મોટો ઝટકો, આ ખેલાડી થયો કોરોના પોઝિટિવ

IPL / KKR ની હાર બાદ સેહવાગે WWE નો વીડિયો કર્યો શેર, જુઓ

નોર્તજે દિલ્હી કેપિટલ્સ ટીમનો મુખ્ય બોલર છે. તેણે ગત સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે રાજસ્થાન રોયલ્સ સામે 156.2 KMPH ની ઝડપે બોલિંગ કરી હતી. 2012 થી 2020 સુધીમાં તે આઈપીએલ મેચનો સૌથી ઝડપી બોલર હતો. આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી ઝડપી બોલ વિશે વાત કરવામાં આવે તો તે શોન ટેટનું નામે છે. 2011 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે તેણે 157.7 KMPH ની ઝડપે બોલિંગ કરી હતી. એનરિક નોર્તજેએ 2020 માં આઈપીએલ રમવાની શરૂઆત કરી હતી. તેણે ગત સીઝનમાં 16 મેચ રમી હતી અને 22 વિકેટ ઝડપી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ