IPL/ રાજસ્થાનનેે લાગ્યો મોટો ઝટકો, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ટૂર્નામેેન્ટથી થયો બહાર

મંગળવારે આઈપીએલ 2021 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ સમય દરમિયાન રોયલ્સને ડબલ ફટકો પડ્યો હતો.

Sports

મંગળવારે આઈપીએલ 2021 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ સમય દરમિયાન રોયલ્સને ડબલ ફટકો પડ્યો હતો. એક, રોયલ્સને 4 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો, અને બીજુ, રોયલ્સનો ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોકસને ડાબા હાથમાં ઈજા પહોંચી. સ્ટોક્સનાં ફિંગરમાં ફેક્ચર હોવાને કારણે તેને બાકીની મેચમાંથી બહાર કરી દેવાયો છે. રોયલ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

IPL / KKR ની હાર બાદ સેહવાગે WWE નો વીડિયો કર્યો શેર, જુઓ

આ વિશે માહિતી આપતાં ફ્રેન્ચાઇઝીએ કહ્યું, ‘મેચ બાદ તપાસમાં જાણવા મળ્યું કે, સ્ટોક્સની આંગળીમાં ફ્રેક્ચર છે, જેના કારણે તે આઈપીએલ 2021 થી બહાર નીકળી ગયો છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજસ્થાનની આગામી મેચ 16 એપ્રિલ શુક્રવારે દિલ્હી કેપિટલ્સ સાથે યોજાવાની છે. આપને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સ રાજસ્થાન રોયલ્સ ટીમનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. આઈપીએલ 2021 નો સૌથી મોંઘો ખેલાડી ક્રિસ મોરિસ પણ રોયલ્સની ટીમ તરફથી રમે છે. આરઆર એ ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે.

IPL / સંજુ સેમસનને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં મળી હાર, છતા ફેન્સનું જીત્યુ દિલ, નામે કર્યો આ ખાસ રેકોર્ડ

https://twitter.com/rajasthanroyals/status/1382018247441084417?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1382018247441084417%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fcricket%2Fben-stokes-ruled-out-of-ipl-2021-with-suspected-broken-hand-hindi-2412946

ફ્રેન્ચાઇઝીએ કહ્યું, ‘દરેક બેન સ્ટોક્સને રોયલ્સ પરિવારનો મહત્વપૂર્ણ સભ્ય માને છે. અમે જલ્દીથી તેના સ્વસ્થ્ય થવાની શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ખુશ છીએ કે તે તેનો મૂલ્યવાન સમર્થન માટે ટીમ સાથે રહેવા માંગે છે. અમે તેમના સંભવિત વિકલ્પોની સમીક્ષા કરીશું.’

IPL / પહેલી ઇનિંગ્સમાં રોયલ્સ પર કિંગ્સ ભારી, રાહુલની તોફાની બેટિંગ એ રાજસ્થાનને આપ્યો 222 રનનો લક્ષ્યાંક

બ્રિટીશ અખબારનાં અહેવાલ મુજબ, વેસ્ટ ઇન્ડીઝનાં આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલનો કેચ પકડતા બેન સ્ટોક્સને આંગળીમાં ઇજા થઈ હતી. સ્ટોક્સે લાંબી દોડ લગાવી કેચ પકડ્યો હતો. ત્યારબાદ તે સાથી ખેલાડીઓ સાથે સેલિબ્રેશન કરવા લાગ્યો પરંતુ તે સમયે તેને આંગળીમાં કઇ થયુ હોવાનો અહેસાસ થયો. ઇજાનાં કારણે સ્ટોક્સ આ મેચમાં માત્ર એક ઓવર બોલિંગ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…