લૂંટ/ અદાણીએ એરપોર્ટ પર કેબની ફ્રી જગ્યાને ચાર્જેબલ કરી

કેબ સર્વિસ ફ્રી જગ્યા કરી ચાર્જેબલ

Ahmedabad

કેન્દ્ર સરકારે એરપોર્ટને ખાનગી સંચાલનમાં આપતા પાર્કિગ સહિત અનેક સુવિધા ચાર્જેબલ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ એરપોર્ટ પાર્કિગના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. તેનો વિવાદ હજુ શાંત પણ થયો નથી ત્યાં અદાણી સંચાલને ફરીએકવાર એટલે કે કેબ સર્વિસની જગ્યા ચાર્જેબલ કરતાં કેબ ડ્રાઇવરોમાં ભારે અસંતોષ  થઇ ગયો છે. અદાણી એરર્પોટ મેનેજમેન્ટે એક કલાક માટે કેબ સર્વિસ ફ્રી અને ત્યારબાદ કલાકના 50 રૂપિયા વસૂલવાનું ફરમાન કર્યુ છે.

જયારથી અદાણીએ એરપોર્ટ સંચાલન સંભાળ્યું છે ત્યારથી તેના પર વિવાદોના વાદળો છવાયેલા રહે છે. પહેલાં પાર્કિગના ચાર્જમાં ધરખમ વધારો કર્યો અને હવે જે કેબ માટેની જગ્યા હતી તેમાં પણ ચાર્જ લગાવી દીધો. ઉલ્લેખનીય છે કે, આ જગ્પયા પહેલા  ફ્રી હતી પરંતુ તેમાં ચાર્જ લગાવી દેતા પડતા પર પાઠુ જેવી પરિસ્થિતી કેબ ડ્રાઇવરોની થઇ છે. અને અંદરો અંદર તેઓ અસંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

જયારથી કેન્દ્ર સરકારે  એરપોર્ટનું સંચાલન અદાણી કંપનીને સોપ્યું છે ત્યારથી વિવાદમાં  ઘેરોયેલું રહે છે. પહેલા સરદાર પટેલ એરપોર્ટના નામકરણ મામલે વિવાદ થયો. ત્યારબાદ પાર્કિગમાં ધરખમ વધારો કર્યો તેનો વિવાદ અને હવે કેબ સર્વિસની ફ્રી જગ્યાને ચાર્જેબલ કરી દીધી તેનો વિવાદ છંછેડી દીધો છે.

કેબ સર્વિસની ફ્રી જગ્યાને 13 એપ્રિલની મધ્યરાત્રિથી ચાર્જેબલ કરી દીધી છે. પ્રથમ એક કલાક ફ્રી અને ત્યારબાદ  પ્રત્યેક કલાકના પચાસ રૂપિયા ચાર્જ વસૂલાશે. હવે તો રામ જાણે આગળ જઇને ખાનગીકરણ થશે તેના કેવા-કેવા ચાર્ડેબલ હશે.