Not Set/ ગુજરાતમાં અત્યાર સુધી થયેલા વરસાદની સંપૂર્ણ માહિતી, જાણો એક ક્લિકમાં

  સમગ્ર ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ પડ્યો છે. છતાં જળાશયોની સ્થિતિમાં ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. રાજ્યના કુલ 203 ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર 2.61 ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં 33.95 ટકા પાણી હતું, જે વધીને 36.56 ટકા થયું છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને […]

Top Stories Gujarat Others
images 2 ગુજરાતમાં અત્યાર સુધી થયેલા વરસાદની સંપૂર્ણ માહિતી, જાણો એક ક્લિકમાં

 

સમગ્ર ગુજરાતમાં ચોમાસામાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ પડ્યો છે. છતાં જળાશયોની સ્થિતિમાં ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. રાજ્યના કુલ 203 ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર 2.61 ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં 33.95 ટકા પાણી હતું, જે વધીને 36.56 ટકા થયું છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે. ગુજરાતના માત્ર 12 જળાશયોમાં જ 100 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ 30 જળાશયોમાં 70 થી 100 ટકા, 28 જળાશયોમાં 50થી 70 ટકા, 49 ડેમોમાં 25થી 50 ટકા પાણી છે. જ્યારે 84 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે.

રાજયના જળાશયોમાં સંગ્રહાયેલ જળ:-

  • કુલ જળાશયો ૨૦૩
  • જળસંગ્રહ- ૨,૦૩,૪૫૯ એમ.સી.એફ.ટી
  • સરદાર સરોવર ડેમ- ૧,૩૧,૯૧૮ એમ.સી.એફ.ટી
  • ઉત્તર ગુજરાત- ૧૫ જળાશયો – ૩૨ ટકા
  • મધ્ય ગુજરાત-૧૭ જળાશયો- ૪૯.૭૫ ટકા
  • દક્ષિણ ગુજરાત- ૧૩ જળાશયો- ૩૨.૫૧ ટકા
  • કચ્છ – ૨૦ જળાશયો- ૯.૪૮ ટકા
  • સૌરાષ્ટ્ર – ૧૩૮ જળાશયો- ૪૪.૮૭ ટકા

 

પાણીની આવક:-

  • સરદાર સરોવર- ૩૭૪૩ કયુસેક,
  • વણાકબોરી- – ૬૫૦૦ કયુસેક
  • દમણગંગા – ૨૮૬૦ કયુસેક
  • કડાણા -૧૪૨૫ કયુસેક
  • રાવલ જળાશય -૧૧૧૯ કયુસેક

પાણીની જાવક

  • વણાકબોરી- ૩૦૦ કયુસેક
  • દમણગંગા- ૭૯૭ કયુસેક
  • કડાણા – ૯૮૦૦ કયુસેક

ચોમાસાની શરૂઆતથી લઈ અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ પડ્યો છે. આમ છતાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતા કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. રાજ્યના કુલ 203 ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર 2.61 ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં 33.95 પાણી હતું, જે 9 ઓગસ્ટની સ્થિતિએ વધીને 36.56 ટકા થયું છે. જેની તુલનાએ ગત વર્ષે આજના દિવસે 59.36 ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ 22.8 ટકાનો ઘટાડો છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે.

ગુજરાતના માત્ર 12 જળાશયોમાં જ 100 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ 30 જળાશયોમાં 70થી 100 ટકા, 28 જળાશયોમાં 50થી 70 ટકા, 49 ડેમોમાં 25થી 50 ટકા પાણી છે. જ્યારે 84 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે.

રાજયના જળાશયોમાં સંગ્રહાયેલ જળની વિગતની વાત કરીએ તો…

રાજયના કુલ ૨૦૩જળાશયોમા હાલ ૨૦૩૪૫૯ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૫૬ ટકા જેટલો થાય છે.સરદાર સરોવર ડેમ માં ૧૩૧૯૧૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૩૯.૪૯ ટકા જેટલો થાય છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૪૯.૭૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમા ૩૨.૫૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૯.૪૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૮૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.જયારે સરદાર સરોવરમાં ૩૭૪૩ કયુસેક, વણાકબોરીમા ૬૫૦૦ કયુસેક, દમણગંગા મા ૨૮૬૦ કયુસેક, કડાણા મા ૧૪૨૫ કયુસેક અને રાવલ જળાશયમાં ૧૧૧૯ કયુસેક પાણીની આવક છે. અને વણાકબોરીમા થી ૩૦૦ કયુસેક, દમણગંગામા થી ૭૯૭ કયુસેક અને કડાણા જળાશયમા થી ૯૮૦૦ કયુસેક પાણીની જાવક છે.