Bihar BJP President/ ‘રાહુલ દાઢી વધારી લાદેન લાગે છે, નીતિશકુમારને ગજનીની જેમ સ્મૃતિભંશ થયો છે’

બિહારના બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, અરરિયામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાહુલ ગાંધીની તુલના આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી હતી.

Top Stories India
Bihar BJP President 'રાહુલ દાઢી વધારી લાદેન લાગે છે, નીતિશકુમારને ગજનીની જેમ સ્મૃતિભંશ થયો છે'

બિહારના બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસ Rahul-Laden નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, અરરિયામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે રાહુલ ગાંધીની તુલના આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી હતી. કહ્યું કે આજકાલ રાહુલ ગાંધી દાઢી કપાવીને ઓસામા બિન લાદેન બની ગયા છે અને નરેન્દ્ર મોદીની જેમ દેશના વડાપ્રધાન બનવા માંગે છે.

બિહાર બીજેપી અધ્યક્ષ અહીં જ ન અટક્યા. તેમણે Rahul-Laden રાહુલ ગાંધીને બાળક કહ્યા.  તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીને 50 વર્ષના બાળક તરીકે માનીએ છીએ. જે વ્યક્તિ 50 વર્ષનો હોય અને તેની પાસે રાજકીય બુદ્ધિ ન હોય, તો પછી બાળક કરતાં વધુ શું કહી શકાય. આ દરમિયાન સમ્રાટ ચૌધરીએ લવ જેહાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

સમ્રાટ ચૌધરીએ કહ્યું કે જો બિહારમાં ભાજપની સરકાર બનશે તો લવ જેહાદીઓની ઓળખ કરીને તેમને જેલમાં મોકલવામાં આવશે. ભાજપ સરકારમાં ગાયોની હત્યા કરનારાઓને પણ જેલમાં જવું પડશે.ભાજપની સરકાર બનશે ત્યારે દરેક બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરીને બિહાર અને ભારતમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. ભારતમાં રહીને પાકિસ્તાનના વખાણ કરનારાઓને પણ બક્ષવામાં આવશે નહીં. જેને ભારતમાં રહેવું છે તેણે ભારત સાથે ચાલવું પડશે.

નીતિશ કુમાર પર પણ કટાક્ષ
નીતીશ કુમારની વિપક્ષી એકતા પર કટાક્ષ કરતા બિહાર બીજેપી અધ્યક્ષે કહ્યું કે વિપક્ષમાં પીએમ પદના ઉમેદવાર કોણ હશે તે નક્કી નથી થઈ રહ્યું. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારની માનસિક સ્થિતિ સારી નથી. તેમની હાલત ગજની ફિલ્મના અમીર ખાનના પાત્ર જેવી થઈ ગઈ છે. પીએમના તાજના સપનાએ તેમને પરેશાન કર્યા છે. તેને સ્મૃતિ ભ્રંશ થયો છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર/ કઠુઆમાં મળ્યો પાકિસ્તાની પ્લેન જેવો બલૂન, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

આ પણ વાંચોઃ સાવધાન/ દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચોઃ કાર્યવાહી/ ગુજરાતમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATSએ મહિલા સહિત 4ની કરી ધરપકડ