Not Set/ ચોટીલાનાં આ ગામે બે શખ્સોએ વિજકર્મી પર કર્યો હુમલો, પોલીસમાં ગુન્હો દાખલ

રાજ્યમાં થોડા દિવસો પહેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદ પડતા ચોટીલા સહિત અને ગ્રામ્યવિસ્તારો વીજ વિહોણા બન્યા હતા.

Gujarat Others
1 99 ચોટીલાનાં આ ગામે બે શખ્સોએ વિજકર્મી પર કર્યો હુમલો, પોલીસમાં ગુન્હો દાખલ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં થોડા દિવસો પહેલા તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદ પડતા ચોટીલા સહિત અને ગ્રામ્યવિસ્તારો વીજ વિહોણા બન્યા હતા. જેને લઈને ચોટીલાનાં નાની મોરસલ ગામે ખેતીવાડીનો વિજપોલ ધરાસાઈ થતા તે વિજપોલ ને ઉભો કરવાની કામગીરી માટે વિજકર્મીઓ પહોંચ્યા હતા. ત્યાં જ્યાં વિજકર્મીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કર્યા અંગેની ચોટીલા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

1 100 ચોટીલાનાં આ ગામે બે શખ્સોએ વિજકર્મી પર કર્યો હુમલો, પોલીસમાં ગુન્હો દાખલ

વિશ્વ સાયકલ દિવસ: ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલીંગ અભિયાન, 1 વર્ષમાં 60 હજાર કિ.મી.થી પણ વધારે કર્યુ સાયકલીંગ

નાની મોરસલ ગામે ચોટીલા વિજતંત્રનાં વિજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરીયા સહિત ટિમ વિજપોલ ઉભો કરવાની કામગીરી માટે પહોંચ્યા હતા. નાની મોરસલ ગામનાં રામજીભાઈ સોમાભાઈ ધરેજીયાની વાડીમાં વિજપોલ પડેલો હતો. તે વિજપોલ ઉઠાવી વિજપોલ ઉભો કરવાની કામગીરી કરતા હતા ત્યાં વાડી માલિક રામજીભાઈ ધરેજીયા તેમજ તેમના પુત્ર ભાવેશ રામજીભાઈ આવી વિજકર્મી સામે આ વિજપોલ કેમ લીધો તે અંગે ઉગ્ર બોલાચાલી થતા વિજકર્મી મુન્નાભાઈ વિનુભાઈ સાકરીયા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેને લઈને વિજકર્મીએ ચોટીલા પોલીસમાં ફરજમાં રુકાવટ સહિત માર માર્યા અંગેનો ગુન્હો દાખલ કરાવ્યો હતો.

kalmukho str 1 ચોટીલાનાં આ ગામે બે શખ્સોએ વિજકર્મી પર કર્યો હુમલો, પોલીસમાં ગુન્હો દાખલ