Not Set/ હળવદ/ મહારાષ્ટ્ર પાસીંગ ટ્રકમાંથી ઝડપાયો લાખોનો દારૂ

ગુજરાતમાં માત્ર કાગળ પર કહેવાતી દારૂ બંધીનું વધુ એક નમુનો સામે આવ્યો છે. મોરબી જીલ્લા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.  હળવદની  સરા ચોકડી  પાસેથી  દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પાસેની સારા ચોકડી પાસેથી મોરબી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી  ટ્રક ઝડપી લીધી પાડી હતી. સાથે જ […]

Gujarat Others
ગુજરાતમાં માત્ર કાગળ પર કહેવાતી દારૂ બંધીનું વધુ એક નમુનો સામે આવ્યો છે. મોરબી જીલ્લા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.  હળવદની  સરા ચોકડી  પાસેથી  દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પાસેની સારા ચોકડી પાસેથી મોરબી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી  ટ્રક ઝડપી લીધી પાડી હતી. સાથે જ તેમાં રહેલ બે આરોપીઓને પણ ઝડપી લેવાયા છે.  પોલીસ દ્વારા રૂ. 21.64  લાખના દારૂ સાથે 31.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ બંને આરોપીઓ તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી પોલીસ સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોતો ત્યારે ધાંગધ્રા તરફથી ટાટા ટ્રક રજી.નંબર MH_48_BM-1128 હોટલ હરીદર્શન પાસે તાલપત્રી બાંધી પસાર થઇ હતી. અને જે શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ  ટ્રક ચાલકે ટ્રક હંકારી મુકી હતી જેથી પોલીસ દ્વારા તેનો પીછો કરી ટ્રક અટકાવી તપાસ કરાતા  તેમાં વિદેશી દારૂ ભર્યું હોવાનું ખુલવા પામ્યું હતું.
જેથી પોલીસ દ્વારા આરોપી દિનેશ કોહલારામ બિશ્નોઇ રહે ડડુસણ, તા. સાચોર અને બળવંત સિંહ ઉર્ફે વિશાલ દાનુભા હમીરજી ઝાલા રહે જીવા તા. ધાંગધ્રા વાળાની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્લયા હતા. સાથે  ટ્રકમાં રહેલા 6960  બોટલ દારૂ કિંમત રૂપિયા 21,64,500 તથા ટ્રક રૂપિયા 10 લાખ ત્રણ મોબાઈલ કિંમત રૂપિયા 15000  મળી કુલ રૂપિયા  31,79,500 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ કરાતા  દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર ના નામ ખુલ્યા હતા.  જેમાં દારૂ મોકલનાર કાળુભાઈ બિશ્રિઈ રહે ધોરીમન્ના જી બાડમેર અને દારૂ મંગાવનાર પ્રદીપ સિંહ ઉર્ફે પદુભા ચંદુભા ઝાલા રહે જીવા તા. ધાંગધ્રા વાળાના  નામ ખૂલ્યા હતા.
જેથી  તપાસમાં જે નામ બહાર આવ્યા છે તે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે  તાલુકા બહારની પોલીસ અહીં દારૂ-જુગારની બદીને ડામવા કાર્યવાહી કરતી હોય છે ત્યારે મોટી માત્રામાં ઝડપાયેલ દારૂમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસ પર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના બાડમેર થી દારુ ભરેલી આવેલી ટ્રક કેટલા જીલ્લાની સરહદ ઓળંગી ને મોરબી પહોચી હતી. છતાય આ ટ્રક આંતરરાજ્ય સરહદ કે જીલ્લા સરહદ પર કેમ કયાંય  ચેક ના કરવામાં આવી..?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.