Bhavnagar News: ભાવનગરના આનંદનગર વિસ્તારમાં હાઉસીંગની બિલ્ડિંગ મોદી રાત્રે ધરાશાહી થઈ છે. કાટમાળ નીચે અનેક લોકો દટાયા હશેનું અનુમાનકારવાંક કકવી રહ્યું છે. આ હાઉસિંગ બિલ્ડિંગ ત્રણ માળની જૂની બિલ્ડિંગ હતી જેમાં લોકો વસવાટ કરે છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ રેસ્કયુની કામગીરી ચાલુ કરી છે.
આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત
આનંદનગરના ગુણાતીત નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું, જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને શહેરની સારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરાશાયી થયેલી ઇમારત જૂની હોવાનું જણાવાઈ રહ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ કાટમાળ નીચે 10-12 લોકો દટાયાનું અનુમાન લગાડવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડિંગ બહુ જૂની હોવાથી આ બિલ્ડિંગનું માળખાગત નબળાઈ અને વરસાદને કારણે ધરાશાહી હોવાનું અનુમાન છે . ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ રેસ્ક્યૂ કામગિરિ માટે પહોંચ્યા.
આ રેસ્ક્યૂ કામગીરીમાં સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ સાથે મળીને ભારે મશીનરીથી કાટમાળને દૂર કરવાનું શરૂ કરાયું, આ મશીનારીમાં ક્રેન, જેકર જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સૂત્રો અનુસાર ભાવનગર કલેકટર અને મેયર ઘટનાસ્થળની મુલાકાત લેશે.
આ પણ વાંચો:ભાવનગરમાં 1 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસનો આરોપી ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગરના મહુવામાં પોલીસે નશાકારક સીરપનું ગેરકાયદે વેચાણ કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા
આ પણ વાંચો:અમદાવાદ ધોલેરા-ભાવનગર હાઇવે પર અકસ્માત, લક્ઝરી બસે રોડ પર મારી પલટી
