પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ સાજિદ મીર(Sajid mir)ની અટકાયત કરી છે. આ પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયેલા સાજિદનું મોત થયું હોવાનો દાવો કર્યો હતો. નિષ્ણાતોના મતે પાકિસ્તાને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે મીરને સજા આપવાનું નાટક કર્યું છે.
નિક્કી એશિયાના અહેવાલ મુજબ, FBIના એક અધિકારીએ જણાવ્યું છે કે મીર(mir) જીવિત છે, કસ્ટડી(Custody)માં છે અને પાકિસ્તાનમાં સજા ભોગવી રહ્યો છે. 2011 માં, મીરને FBI દ્વારા તેના પર $ 5 મિલિયનની ઇનામ સાથે મોસ્ટ વોન્ટેડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા(america) અને ભારત(india) બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. લશ્કરના નેતા હાફિઝ સઈદ(Hafiz Saeed)નો નજીકનો સાજિદ(sajid) મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ કોલમેન હેડલી(David Coleman Headley) અને અન્ય આતંકવાદીઓનો હેન્ડલર(Handler) હોવાનું મનાય છે.
પાકિસ્તાનનો ઈરાદો
પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ(Terrorism) વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ(Terrorism) વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે.
સાજિદ લખવીનો સુરક્ષા વડા હતો
સાજિદ મીર 2010 સુધી લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન(Zaki-ur-Rehman lakhavi) લખવીની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. તેણે માત્ર વિદેશમાં આતંકવાદીઓની ભરતી જ નથી કરી પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ (Terrorist camp) પણ ચલાવ્યા હતા. તે ISIના ઇન્ડિયન મુજાહિદ્દીન ઓપરેશનનો પણ ભાગ હતો, જેને કરાચી પ્રોજેક્ટ કહેવામાં આવતું હતું.
રાજકીય / દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં કોંગ્રેસની “ખામ થીયરી”ને આપી શકે છે મોટો ફટકો, જાણો કેમ ?
Weather/ રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ
