Morbi News/ મોરબીમાં ગણેશ વિસર્જન સમયે મચ્છુ નદીમાં 4 યુવકો ડૂબ્યા, એકનું મોત

Machchhu River Ganesh Visarjan: મોરબીના સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડૂબી ગયા હતા. ફાયર ટીમે બેને બચાવ્યા છે, એકનો મૃતદેહ મળ્યો છે અને એકની શોધખોળ ચાલુ છે.

Gujarat Top Stories Others
Machchhu River Ganesh Visarjan

Morbi Machchhu River Ganesh Visarjan: મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે.

પીપળી ગામથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો નદીના ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

રેસ્ક્યુ દરમિયાન બે યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બે યુવકો પાણીમાં તણાઈ ગયા હતા. તેમાંથી એક યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો.

Machchhu River Ganesh Visarjan

બે યુવકોનું સફળ રેસ્ક્યુ

મળતી માહિતી પ્રમાણે ગણેશ વિસર્જન(Machchhu River Ganesh Visarjan) દરમિયાન અચાનક ચાર યુવકો મચ્છુ નદીના ઊંડા પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા.

આસપાસ હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મોરબી ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.

પાણીમાં ફસાયેલા આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈને ફાયર બ્રિગેડના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

એક યુવકનો મૃતદેહ મળ્યો

પાણીના ઊંડા વહેણમાં તણાઈ ગયેલા સોહન કુલડીયા અને વિલાસ સુભાષભાઈ ગાયકવાડની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

સર્ચ ઓપરેશન દરમિયાન વિલાસ સુભાષભાઈ ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો.

મોરબી(Machchhu River Ganesh Visarjan) તાલુકા પોલીસની માહિતી મુજબ મૃતકની ઉંમર 34 વર્ષ હતી અને તેઓ નવી પીપળી ખાતે રહેતા હતા.

મોરબી પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે સોહન કુલડીયાની શોધખોળ માટે ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.

Machchhu River Ganesh Visarjan

સાંજે 7:30 વાગ્યે મળ્યો હતો કોલ

મોરબી(Machchhu River Ganesh Visarjan) ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે આશરે 7:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને જુના સાદુળકા પાસે મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી.

કોલ મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી.

નદીમાં વિસર્જન પર પ્રતિબંધ છતાં ઘટના

મોરબી(Machchhu River Ganesh Visarjan) તંત્ર દ્વારા ગણેશ મૂર્તિના સુરક્ષિત વિસર્જન માટે શહેરમાં ચાર સ્થળે મૂર્તિઓ એકત્ર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

લીલાપર-ઘૂનડા રોડ પાસે આવેલી પાણી ભરાયેલી પથ્થરની ખાણોમાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત નદી કે અન્ય કુદરતી જળાશયોમાં વિસર્જન ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તેમ છતાં સાદુળકા નજીક મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન(Machchhu River Ganesh Visarjan) કરવા પહોંચેલા યુવકો સાથે આ દુર્ઘટના બની હતી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની કાર્યવાહી અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:મોરબીના માળિયા મિયાણામાં વોકરાના પાણીમાં તણાતા યુવકનું મોત

આ પણ વાંચો:મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ, 112 ટીમે બાળકોને બચાવ્યા; મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ: મોરબીથી ખેડા સુધી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી