આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક મકાનમાં ગેસની બોટલ ફાટતાં 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, બોટસ ફાટતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અમને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ઉમેરઠના ઓડ વિસ્તારના એક મકાનમાં ગેસની બોટલ ફાટતાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયાં હતા. તેમને સત્વરે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આ ઘટના વહેલી સવારે રસોઇ બનાવતા સમયે બની હતી. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હોત તો આજુબાજુના લોકો સત્વરે ત્યાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી આ બનાવની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં તે સત્વરે ઘટના સ્થળે પહોચ્યા હતાં.
ફાયર વિબાગે હાલ આગ પર કાબુ મેળવી લીધો છે અને આ ગેસની બોટલ ફાટતાં મકાનના ઘરની તમામ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી .વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની હાલત હાલ ગંભીર છે.
