Gujarat News: ગીર પંથકમાં વન્યજીવોની સુરક્ષાને લઈને વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. જૂનાગઢથી ચલાલા તરફ જતી મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે (Gir Forest Train Accident) આવી જતાં એક સિંહણનું મોત (Gir Lioness Death) થયું છે. વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓજત નદી પાસે રેલવે ટ્રેક પર આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને સિંહણના મૃતદેહને સીમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો.
Gir Lioness Death: બપોરે 12:30 વાગ્યે ટ્રેનની અડફેટે આવી સિંહણ
મળતી માહિતી મુજબ, ખંભાળિયા ગામ નજીક ઓજત નદી પાસે રેલવે ટ્રેક પર પિલર નંબર 44 અને 29/6 પોલ નજીક બપોરે આશરે 12:30 વાગ્યે આ ઘટના બની હતી. જૂનાગઢથી ચલાલા તરફ જતી મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે આવતાં સિંહણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
બનાવની જાણ થતાં વિસાવદર (Visavadar Lioness Accident) વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સિંહણના મૃતદેહને સીમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગીર અને ગિરનાર પંથકમાં સિંહોની અવરજવર (Wildlife Safety Gir) રહેતી હોય છે. રેલવે ટ્રેક પર સિંહણનું મોત થતાં વન્યજીવોની સુરક્ષા માટે વધુ તકેદારી રાખવાની જરૂરિયાત ફરી સામે આવી છે. રેલવે અને વનવિભાગ વચ્ચે સંકલન જાળવીને આવી ઘટનાઓ અટકાવવા પગલાં લેવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે.
આ પણ વાંચો: પાંચ સિંહ પાછળ કાર દોડાવી! ધારી ગીરનો વીડિયો વાયરલ થતાં વનવિભાગ દોડતું થયું
આ પણ વાંચો: સિંહોને હેરાન કરવું ભારે પડ્યું! વધુ 2 ઝડપાયા, ગીરના વાયરલ વીડિયો કેસમાં 10ની ધરપકડ
આ પણ વાંચો: દિવાળીમાં ગીર ફરવા જવાનું છે? સિંહો સાથે ચેડાં કરનાર સામે થશે કડક કાર્યવાહી
