pariksha pe charcha/ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડોદરાની કેની પટેલે પીએમ મોદીને પૂછ્યો પ્રશ્ન, જાણો શું મળ્યો જવાબ

વડોદરાની કેની પટેલે સમયસર સિલેબસ કેવી રીતે પૂરો કરવો અને રિવિઝન કેવી રીતે પૂર્ણ કરવું જેવા પ્રશ્નો પૂછ્યા. અંતમાં તેમણે એમ પણ કહ્યું કે જો તૈયારી ચોક્કસ ન હોય તો પરીક્ષા સમયે ગભરાટ કેવી રીતે ટાળવો.

Gujarat Vadodara
વડોદરાની કેની પટેલે

નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમને લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોવા અને સાંભળવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બાળકોથી લઈને શિક્ષકો અને માતા-પિતા સુધી દરેકે પીએમ મોદીને અનેક વિષયો પર પ્રશ્નો પૂછ્યા. કાર્યક્રમની શરૂઆતમાં પરીક્ષાના તણાવ વિશે ચર્ચા કરવામાં આવી હતી.  જેમાં ગુજરાતમાંથી વડોદરાની કેની પટેલે પણ પીએમ મોદીને તણાવ અંગે પ્રશ્ન કર્યો છે. નોંધનીય છે કે, પરીક્ષા પે ચર્ચાનું આયોજન નવી દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમ ખાતેથી ટાઉનહોલ ઈન્ટરેક્ટિવ ફોર્મેટમાં થયુ છે. જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.

વડોદરાની કેની પટેલે સમયસર સિલેબસ કેવી રીતે પૂરો કરવો અને રિવિઝન કેવી રીતે પૂર્ણ કરવું જેવા પ્રશ્નો પૂછ્યા. અંતમાં તેમણે એમ પણ કહ્યું કે જો તૈયારી ચોક્કસ ન હોય તો પરીક્ષા સમયે ગભરાટ કેવી રીતે ટાળવો.

જે બાદ પીએમ મોદીએ જવાબમાં કહ્યુ કે, એકસાથે તમે એટલા સવાલ પૂછી લીધા છે કે, એવું લાગે છે કે, મારે જ પેનીકમાંથી ગુજરવું પડશે. મારા મનમાં એક પ્રશ્ન છે કે, તમારા મનમાં ભય કેમ હોય છે એ પ્રશ્ન મારા મનમાં છે. શું તમે પહેલીવાર પરપીક્ષા આપવા જાવ છો? તમારામાંથી એવું કોઇ નથી જે પહેલીવાર પરીક્ષા આપવા જતા હોય. હવે તો તમે પરીક્ષાના અંતિમ સફર બાજુ પહોંચી રહ્યા છો.આટલો મોટો સાગર પાર કર્યા પછી કિનારા પર ડૂબવાનો ડર મગજમાં બેસતો નથી. તમે મગજમાં એક વાત નક્કી કરી લો, પરીક્ષા જીવનનો એક ભાગ છે. આપણી વિકાસયાત્રામાં આપણે અનેકવાર આમાંથી પસાર થયા છીએ. આપણે એટલીવાર પરીક્ષા આપી છે કે, એક રીતે આપણે એક્ઝામ પ્રુફ થઇ ગયા છીએ. જ્યારે આ વિશ્વાસ પેદા થઇ જાય છે ત્યારે આ પરીક્ષા જ નહીં આવનાર તમામ પરીક્ષા માટે તે તાકાત બની જાય છે.

આ કાર્યક્રમ માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ નોંધણી કરાવી હતી. કોવિડ પ્રતિબંધોને કારણે, દિલ્હી, ઉત્તર પ્રદેશઅને હરિયાણાના માત્ર એક હજાર વિદ્યાર્થીઓને તાલકટોરા સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 વર્ષથી ‘પરીક્ષા પે ચર્ચા’ નામથી પીએમ દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે. પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરે છે. પીએમ વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે જરૂરી ટિપ્સ આપી પોતાના વિચારો રજૂ કરે છે. ‘પરિક્ષા પે ચર્ચા’ થકી વિદ્યાર્થી – વાલીઓ પરથી પરીક્ષાનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે ગુજરાતના 2.50 લાખ શિક્ષકો પણ ‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યો હતો. રાજ્યના 40 હજાર કરતા વધુ શાળાઓ કાર્યક્રમ દેખાડવામાં આવ્યો હતો. 55 લાખ વિદ્યાર્થીઓ ‘પરિક્ષા પે ચર્ચા’માં જોડાયા હતા. 349 સ્થળો પર મોટી સ્ક્રીન પર કાર્યક્રમ દર્શાવાયો હતો. તો રાજ્યના 15 લાખ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલુ હોવાને કારણે તેમને કાર્યક્રમમાંથી મુક્તિ અપાઈ હતી. નમો એપ – વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પણ વાંચો :સોખડા મંદિરમાં ગાદીપતિનો વિવાદ ચરણસીમાં એ પહોંચ્યો, મંદિર પરિસદમાં પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો :જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો મેદાનમાં, કાળી પટ્ટી પહેરીને મનાવ્યો બ્લેક ડે

આ પણ વાંચો :રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ

આ પણ વાંચો :વેરાવળમાં ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર ઉપર બિલ્ડરે કર્યો હુમલો