અમદાવાદ/ 25 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 25 લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કર્યુ છે

Ahmedabad Gujarat

અમદાવાદથી ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા હોવાના સમાચાર આવ્યા છે. શહેરમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 25 લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કર્યુ છે. ત્ત્યારે તમને જણાવી દઈએ કે ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો ;ઇચ્છા / માર્ટા ગેજે 84 વર્ષની ઉંમરે વિમાન ઉડાડયું,મરતાં પહેલા અંતિમ વાર વિમાન ઉડાડવાની ઇચ્છા હતી

ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ લઈને બસમાં આવી રહેલા બે આરોપીની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ડ્રગ્સ પેડલરોએ મોડસ ઓપરેન્ડી બદલી છે. હેરફેરની રીત હવે બદલાઈને ખાનગી વાહનના બદલે સરકારી ટ્રાન્સપોર્ટ બસનો કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બંનેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી તે અંગે તપાસ ચાલુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવીને ક્યાં સપ્લાય કરતા હતા તે દરેક પાસા પર પુછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો ;ક્રિકેટ જંગ / આજે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ જંગ, વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન સામે કયારે હાર્યુ નથી