ઓલા ઇલેક્ટ્રિક ટેસ્ટ રાઈડની શરુઆત પહેલાં પોતાના ઇલેક્ટ્રિક S1 સ્કૂટરને ચાર્જ કરવા માટે પ્રથમ હાઈપરચાર્જર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. EV કંપનીના CEO ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર યેલ્લો કલરના S1 સ્કૂટરનો હાઈપરચાર્જર સાથે ચાર્જ થતો ફોટો શેર કર્યો છે.
ભાવિશે પોસ્ટમાં લખ્યું કે, પ્રથમ @OlaElectric હાઈપર ચાર્જર લાઈવ થઈ ગયું છે. મોર્નિંગ ટ્રીપ પછી મારા S1ને ચાર્જ કરજો. કંપનીએ આની પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ પોતાના હાઈપરચાર્જર સેટઅપ હેઠળ ગ્રાહકો માટે ચાર્જિંગ સપોર્ટ બનાવશે. સ્કૂટર ચાર્જ કરવા માટે કંપનીએ 400 ભારતીય શહેરમાં 1,00,000થી વધારે જગ્યા પર હાઈપરચાર્જર લગાવશે.
The first @OlaElectric Hypercharger goes live 🙂 charging up my S1 after the morning trip 👍🏼 pic.twitter.com/MZFOXgDDEK
— Bhavish Aggarwal (@bhash) October 23, 2021
આ હાઈપરચાર્જર ઓલા ઇલેક્ટ્રિકના સ્કૂટરની બેટરી માત્ર 18 મિનિટમાં 0થી 50% સુધી ચાર્જ કરી શકે છે. તેનાથી આ 75 કિમીની હાલ સાઈકલ રેંજ માટે ફિટ થઈ જશે. કંપનીની વેબસાઈટમાં કયા શહેરમાં ચાર્જર મૂકવામાં આવશે તેનું સમગ્ર લિસ્ટ આપ્યું છે અને ટિયર I અને ટિયર IIના મોટાભાગના શહેર આ ચાર્જિંગ નેટવર્ક હેઠળ કવર કરવામાં આવશે. હાઈપરચાર્જર સ્ટેશનનો એક અલગ જ લેઆઉટ હશે જેથી તે એકસાથે ઘણા ગ્રાહકોને ચાર્જિંગ સુવિધા આપી શકે.
1 નવેમ્બરથી સ્કૂટરોનું વેચાણ શરૂ
ઓગસ્ટમાં ઓફિશિયલી લોન્ચિંગ કર્યાં બાદ કંપનીએ ઓલા S1નું બુકિંગ શરૂ કર્યું હતું. કંપનીએ સ્કૂટરનું વેચાણ શરૂ કરવા માટે તારીખ 8 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ કેટલીક ટેક્નિકલ સમસ્યાઓના કારણે બુકિંગ એક અઠવાડિયું મોડું શરૂ થયું. જો કે, બુકિંગના બે દિવસમાં જ કંપનીના 1,100 કરોડ રૂપિયાના સ્કૂટર વેચાઈ ગયાં. 1 નવેમ્બરથી સ્કૂટરનું વેચાણ ફરી શરૂ થશે. ઓલા S1ની કિંમત 99,999 અને ઓલા S1 પ્રોની કિંમત 1,29,999 રાખવામાં આવી છે. પરંતુ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં તે અલગ અલગ ભાવે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ઓલા S1 ની કિંમત 79,999 રૂપિયા છે, જ્યારે ઓલા S1 પ્રો 1,09,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેનું કારણ એ છે કે તે રાજ્યોમાં વિવિધ દરે સબસિડી મળી રહી છે.
ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ મોડ ફીચર મળશે. આ ફીચરમાં તમે ઈલેક્ટ્રિક સ્કૂટર S1ને સરળતાથી બેઠા બેઠા રિવર્સ પણ કરી શકો છો. અગાઉ આ ઓપ્શન બીજા કોઈ સ્કૂટરમાં જોવા નથી મળ્યો. તેની ડિસ્પ્લેમાં જે સ્પીડોમીટર મળશે, તેમાં ઘણા પ્રકારના ફેસ મળશે. તેને ડિજિટલ, નંબર્સ, અથવા વિવિધ ફોર્મેટમાં રાખી શકાય છે. ખાસ વાત એ છે કે, તમે જેવો ફેસ સિલેક્ટ કરશો સ્કૂટર તેવો અવાજ કરશો. ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે આપી છે, જે મૂવ ઓપરેટિંગ સિસ્ટમની સાથે આવે છે. ડિસ્પ્લે ઘણી શાર્પ અને બ્રાઈટ છે. તે વોટર અને ડસ્ટપ્રૂફ છે.ઓલા સ્કૂટરમાં વોઈસ આસિસ્ટ, બિલ્ટ ઈન સ્પીકર વગેરે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને ડિજિટલ ડિસ્પ્લમાં મૂડ ડિસ્પ્લે મળે છે. તે પણ બતાવશે કે તે કેટલું કાર્બન એમિશન બચાવી રહ્યું છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોસ, રિવર્સ આસિસ્ટ, ક્રૂઝ કંર્ટોલ, 3GB રેમની સાથે 7 ઈંચ ટચસ્ક્રિન ડિસ્પ્લે ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તે 4G, વાઈફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તે વોઈસ કમાન્ડથી કંટ્રોલ થશે. તેના માટે યુઝરને Hi ઓલા કહીને કમાન્ડ આપવું પડશે. જેમ કે, Hi ઓલા પ્લે સમ મ્યુઝિક કમાન્ડ આપીને ગીત પ્લે થઈ જશે. ઈન્ક્રીઝ વોલ્યુમ કમાન્ડ આપવા પર અવાજ વધી જશે. મ્યુઝિક માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીક આપવામાં આવ્યું છે. જો રાઈડિંગ દરમિયાન કોઈનો કોલ આવે છે તો તમે સ્ક્રીન પર ટેપ કરીને તેને અટેન્ડ કરી શકશો. તેના માટે ફોન કાઢવાની જરૂર નહીં પડે. આ કામને વોઈસ કમાન્ડ દ્વારા પર કરી શકાશે.
