ગીર સોમનાથ/ વેરાવળમાં ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર ઉપર બિલ્ડરે કર્યો હુમલો

પત્રકાર દ્નારા ગેરકાયદેસર બાંધકામ અંગે અહેવાલ છાપવામાં આવ્યો હતોજેને લઈ બિલ્ડરે ” ગેરકાયદેસર બાંધકામ મામલે સમાચારો કેમ છાપે છે”

Gujarat Others
પત્રકાર
  • વેરાવળમાં પત્રકાર પર હુમલાની ઘટના
  • બિલ્ડર દ્નારા પત્રકાર પર કરાયો હુમલો
  • ગેરકાયદેસર બાંધકામ મામલે કરાયો હુમલો
  • ગેરકાયદેસર બાંધકામના અહેવાલ બાદ હુમલો
  • પત્રકાર એકતા સંગઠન દ્વારા CMને રજૂઆત
  • આરોપીને કડક સજા કરવા માગ

ગીર સોમનાથના વેરાવળમાં બિલ્ડર દ્વારા એક પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો.જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પત્રકાર દ્નારા ગેરકાયદેસર બાંધકામ અંગે અહેવાલ છાપવામાં આવ્યો હતોજેને લઈ બિલ્ડરે ” ગેરકાયદેસર બાંધકામ મામલે સમાચારો કેમ છાપે છે” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના મામલે પત્રકારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે આરોપી બિલ્ડર અને તેના મળતીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં પત્રકારોની સુરક્ષા સામે સવાલો સર્જતા બનાવ અંગે વેરાવળ પોલીસમાંથી પ્રાપ્તા વિગત મુજબ સૌરાષ્ટ્રવ ભુમિ અખબારના પત્રકાર રાકેશ પરડવા ગત તા.25 માર્ચના સવારના બજાજ શોરૂમ પાસેથી પોતાની મોટર સાયકલ પર પુત્ર સાથે ઘર તરફ જઇ રહયા હતા એ સમયે સામેથી સફેદ કલરની જીજે 32 બી 800 ઓડી કાર આવી મોટર સાયકલ ઉપર ચડાવવાનો પ્રયાસ કરેલ હતો બાદમાં કાર ચલાવી રહેલ બિલ્ડ્ર ભાવેશ ઠકરારે કહેલ કે, તને દેખાતું નથી ગાડી આવે છે સાઇડમાં ચલાવને જેથી રાકેશએ હું સાઇડમાં જ છુ તમે સામેથી આવી મારી ઉપર ગાડી નાખી છે. તેમ કહેતા બિલ્ડલર ભાવેશ ઉશ્કેરાય ગયેલ અને કહેવા લાગેલ કે તું છાપાનો મોટો તંત્રી થઇ ગયેલ છે અને તું છાપામાં ગેરકાયદેસર બાંધકામના સમાચાર બહુ છાપે છે અને હવે પછી તું કાંઇ છાપતા પહેલા વિચાર કરી લેજે તેમ કહી તેની પાસેની છરી બતાવી કહેલ કે જો તું હવે પછી બિલ્ડરો વિરૂધ્ધ ગેરકાયદેસર બાંધકામ અંગેના સમાચારો પ્રસિધ્ધ કરીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમયે બિલ્ડેરના માણસો અરવિંદ નાઘેરા અને બ્રિીજેશ મહેતા બંન્ને મોટર સાયકલ ઉપર આવી જેમ ફાવે તેમ બીભત્સ શબ્દો બોલવા લાગેલ હતા ત્યાઅરે અરવિંદે કાઠલો પકડીને પેટમાં મુક્કો મારી નેફામાંથી છરી કાઢીને આ તારી સગી નહી થાય, કાંઇ વાર નહી લાગે અને તારા રામ રમી જાશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કહેલ કે હવે ગેરકાયદેસર બાંધકામો અંગેના છાપામાં સમાચારો છાપવાના બંધ કરી દેજે બાકી આનું પરીણામ સારૂ નહીં આવે આ સમયે ત્યાં રાહદારી લોકો ભેગા થઇ જતા બિલ્ડેર ભાવેશ અને તેના બંન્ને માણસો જતા જતા કહેતા ગયા કે આ વખતે તો તું બચી ગયો પણ બીજી વખત તને કોઇ બચાવી નહી શકે.

આ વિગતોના આઘારે પત્રકાર રાકેશ પરડવાએ ફરીયાદ નોંધાવેલ જેમાં બિલ્ડનર દ્રારા તેના તથા તેના પરીવાર ઉપર હુમલો કરાવે અથવા ખોટી ફરીયાદો લખાવી સંડોવાની પ્રવૃતિ કરે તેવો ભય દર્શાવર્તા પોલીસે બિલ્ડપર ભાવેશ ઠકરાર, અરવિંદ નાઘેરા, બ્રિીજેશ મહેતા સામે આઇપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

આ પણ વાંચો :રાજકોટમાં ધોરણ 10ની વિધાર્થીનીએ કર્યો આપઘાત,પરિક્ષામાં પેપર સારુ ન જતા ઉઠાવ્યું પગલું

આ પણ વાંચો :ભારતના 100 શક્તિશાળી લોકોમાં જાણો કેટલાં ગુજરાતીઓને મળ્યું સ્થાન, PM મોદી છે

આ પણ વાંચો :સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેજ હેક, હેકરોએ કર્યું આ કામ

આ પણ વાંચો :2020-21 દરમિયાન ગુજરાતની GSDP વૃદ્ધિ પાંચ વર્ષમાં સૌથી નીચી: CAG