Gujarat News/ SIRની ગુજરાતમાં 33 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ

આજ સુધીમાં રાજ્યના 33 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી થઈ છે

Top Stories Gujarat
33 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો

Gujarat News : ગુજરાતમાં ચૂંટણી પંચના આદેશ બાદ શરુ કરાયેલી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 11 ડિસેમ્બર સુધીની મુદત વધારવામાં આવી છે ત્યારે આજ સુધીમાં રાજ્યના 33 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂરી થઈ છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના 40,34,712 લાખ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે.જ્યારે 3,76,410 મતદારો રીપિટ હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધીમાં 18,03,730 મતદારો મૃત મળ્યા છે. જ્યારે 10,02,685 મતદારો સરનામે ગેરહાજર મળ્યા હતા.

18 લાખથી વધુના અવસાન

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ 11 ડિસેમ્બરના રોજ ગત 27 ઑક્ટોબરથી રાજ્યભરમાં શરુ કરાયેલી સર(સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી અંતર્ગત ગણતરીનો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ પરત આવવાની સમયમર્યાદામાં છેલ્લો દિવસ છે ત્યારે રાજ્યમાં કુલ વિતરણ થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1877 ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે. આમ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂરી થઈ છે.

રાજ્યમાં અરવલ્લી, વલસાડ, મહીસાગર, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, રાજકોટ, તાપી, ડાંગ, જૂનાગઢ અને નવસારી તેમજ અમરેલી સહિતના 33 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જિલ્લાવાર મૂકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્યાર સુધીની કામગીરીમાં 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હોવાનું અને મતદાર યાદીમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 40.44 લાખથી વધુ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચૂક્યું છે. જ્યારે 3.37 લાખ લાખથી વધુ મતદારો રિપીટેડ એટલે કે બે જગ્યાએ નોંધાયેલા હોવાનું ઘ્યાને આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત

આ પણ વાંચો: અમદાવાદમાં 62.59 લાખથી વધુ મતદારો માટે મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) પ્રગતિમાં…

આ પણ વાંચો: ગુજરાતના SIRમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ મળશે