અમદાવાદમા હજુ 10 લાખથી વધુ લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાથી વંચિત છે.કોરોનાના કેસો ઘટતા રસીના પહેલા ડોઝમાં લોકોનો જેવો ઉત્સાહ જોવા મળ્યો તેવો ઉત્સાહ રસીનો બીજો ડોઝ લેવામાં નથી જોવા મળી રહ્યો. આ તરફ સમગ્ર દેશની વાત કરીએ તો દેશના 53 કરોડ લોકો રસીના બન્નેનો ડાઝ લઇ ચૂક્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના વેક્સીન લેવા કોર્પોરેશને પ્રલોભનો આપ્યા અને કડક તપાસ અભિયાન પણ ચલાવ્યું. છતાં હજુ 10 લાખ લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવી વ્યક્તિ હવે ખૂબ ઓછી છે, પણ બીજો ડોઝ ન લીધો હોય તેમની સંખ્યા મોટી છે.
આ પણ વાંચો ;મનોરંજન / સ્પાઇડર મેન ફિલ્મે પહેલા જ દિવસે કરી બમ્પર કમાણી, દર્શકો કરી રહ્યા છે પસંદ
બીજી લહેર બાદ શહેરમાં વેક્સિનેશન વધારવા AMC એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ઘણી સ્કીમો અને આયોજનો બાદ પણ હજુ લોકો બીજો ડોઝ લેવા પ્રેરાયા નથી. કોર્પોરેશને અત્યાર સુધીમાં વેક્સિન લેવા માટે નાગરિકોને 3.49 લાખ તેલનાં પાઉચ આપ્યા છે. લકી ડ્રોના માધ્યમથી 10 ફોન આપ્યાં છે. તેમ છતાં હજુ ઘણા લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહિત નથી.
શહેરમાં વધુને વધુ લોકો વેક્સિન લેવા માટે આવે તે માટેAMCએ તેલનાં પાઉચ વહેંચ્યા, સિનિયર સિટીઝનો-અશક્તોને ઘરે જઈને વેક્સિન આપી, રસી ન લેનારાને બાગ-બગીચા, જાહેર સ્થળો પર પ્રતિબંધ ફરમાવ્યો વેક્સિન સર્ટિફિકેટ વગર AMTS, BRTSમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો… એટલું જ નહીં મોલ-હોટેલો, ઓફિસોમાં વેક્સિન ન લેનારા સામે કાર્યવાહી કરાઇ.આમ છતાં હજુ પણ 10.57 લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.
દેશમાં રસીકરણનો આંકડો 135 કરોડને પાર થઇ ચૂક્યો છે.જેમાં 82 કરોડથી વધુ લોકો રસીનો પહેલો ડોઝ લઇ ચૂક્યા છે. જ્યારે 53 કરોડથી વધુ લોકો રસીનો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. બુધવારે એક જ દિવસમાં 60 લાખ,12 હજારથી વધુ લોકોને રસી અપાઇ હતી. જેમાં 15 લાખ લોકોને પહેલો ડોઝ અને 45 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ;bollywod / અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પુત્રી વામિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા, પહેલીતસવીર સામે આવી
